Book Title: Sammati Tark Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 208
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૬, ૪૭ ૧૮૩ અહીં ગાથામાં દાષ્ટ્રતિક અર્થમાં ‘તથા’ શબ્દ અધ્યાહાર છે અને માથાના ઉત્તરાર્ધમાં રહેલ ‘તથા” શબ્દ તે પ્રકારે બંધ-મોક્ષ-સુખ-દુઃખની પ્રાર્થના થાય છે એમ ટીકાકારશ્રીએ યોજન કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મોક્ષના સાધનનું ગ્રહણ અને બંધના સાધનનો પરિહાર થાય તે પ્રકારે મોક્ષના સુખની પ્રાર્થના અને સંસારના દુઃખના પરિવારની પ્રાર્થના વિવેકી જીવને થાય છે. પૂર્વમાં કહ્યું કે વિવેકી પુરુષ બંધના ઉપાયોના ત્યાગ માટે અને મોક્ષના ઉપાયોના ગ્રહણ માટે યત્ન કરે છે. તેથી શરીરવર્તી જીવદ્રવ્યના આધ્યાત્મિક ભાવોને આશ્રયીને ભેદાભદાત્મકતાની સિદ્ધિ છે. ત્યાં કોઈકને શંકા થાય કે પોતાના વર્તમાનના ભવની પૂર્વના ભવમાં અને ઉત્તરના ભવમાં અનુભવ કરનાર એક જીવદ્રવ્યનો અભાવ છે, માટે બંધના અને મોક્ષના ભાવનો અભાવ જ છે, તેથી મુગ્ધમતિ જ બંધના ઉપાયોના પરિહાર માટે અને મોક્ષના ઉપાયોના ગ્રહણ માટે યત્ન કરે છે. તેનું નિરાકરણ કરવા અર્થે ટીકાકારશ્રી કહે છે – ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ જીવદ્રવ્ય અનાદિ અનંત છે. તેની સિદ્ધિ પૂર્વમાં જ કરેલી છે, માટે યુક્તિસિદ્ધ પદાર્થને જાણીને પોતાના હિત અર્થે અને અહિતના પરિહાર અર્થે જે યોગીઓ યત્ન કરે છે તે મુગ્ધમતિ નથી, પરંતુ બંધના ઉપદ્રવના પરિહાર અર્થે અને આત્માની નિરુપદ્રવવાની અવસ્થાની પ્રાપ્તિ અર્થે જે પ્રયત્ન કરે છે તે વિવેકી પુરુષની ઉચિત પ્રવૃત્તિ છે. ll૧/૪ અવતરણિકા :एतदेवाह - અવતરણિકાર્ય : એને જ કહે છે – ભાવાર્થ : ગાથા-૪૬માં આધ્યાત્મિક પ્રત્યક્ષથી પણ ભેદાભદાત્મકની સિદ્ધિ કરી, ત્યાં સંસારી જીવની વર્તમાન ભવની અવસ્થા અને ઉત્તરના ભવોની અવસ્થા સાથે કથંચિત્ અભેદ છે અને કથંચિત્ ભેદ છે તેમ બતાવીને કહ્યું કે સંસારી જીવને તે પ્રકારે બંધના ઉપાયોનો ત્યાગ કરીને દુઃખના પરિવારની અને મોક્ષના ઉપાયોનું ગ્રહણ કરીને સુખની પ્રાપ્તિની પ્રાર્થના થાય છે, તેથી ફલિત થયું કે સંસારમાં પરિભ્રમણ કરતા જીવોનો પોતાના કર્મો સાથે કથંચિત્ ભેદભેદ છે અને તેના કારણે જ ચારગતિઓમાં પરિભ્રમણ કરે છે અને ચારગતિનું પરિભ્રમણ કરતા જીવની પૂર્વ ઉત્તર અવસ્થા સાથે પણ કથંચિત્ ભેદભેદ છે. આથી જ બંધના ઉપાયોનો ત્યાગ કરીને દુઃખના પરિહારની અને મોક્ષના ઉપાયોનું ગ્રહણ કરીને સુખની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે, માટે જીવ અને કર્મનો પરસ્પર કથંચિત્ એકમેકભાવ છે એને જ હવે કહે છે -- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234