________________
૧૩૬
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૫, ૩૬ અર્થાત્ એકાંત અવિકલ્પ કે એકાંત સવિકલ્પ એવા પ્રકારના વચનના અભિધાતા, અથવા તેનું જ્ઞાન અર્થાત્ એકાંત સવિકલ્પ કે એકાંત અવિકલ્પરૂપ વસ્તુનું જ્ઞાન, પ્રમાણપણાથી લોકમાં વ્યપદેશને પામે. ૧/૩૫. ભાવાર્થ :
અત્યાર સુધી સ્થાપન કર્યું એ પ્રમાણે સવિકલ્પ-નિર્વિકલ્પરૂપ પુરુષદ્રવ્ય છે અર્થાત્ યાતુ સવિકલ્પ પુરુષદ્રવ્ય છે અને ચાતું નિર્વિકલ્પ પુરુષદ્રવ્ય છે=જન્મથી માંડીને મરણ સુધી પુરુષરૂપે સમાન પ્રતીતિ હોવાથી તેની અવસ્થાના વિકલ્પ થતા નથી તે અપેક્ષાએ નિર્વિકલ્પ પુરુષદ્રવ્ય છે અને પ્રતિક્ષણ તેના બાલાદિ ભાવોના પરિવર્તન થાય છે તે અપેક્ષાએ સવિકલ્પ પુરુષદ્રવ્ય છે. જે પ્રતિપાદક વ્યક્તિ તે પુરુષદ્રવ્યને એકાંતે સવિકલ્પ જ કે એકાંતે અવિકલ્પ જ પ્રતિપાદન કરે છે તે પુરુષ યથાવસ્થિત વસ્તુનું પ્રતિપાદન પ્રસ્તુત હોય ત્યારે અન્યથાભૂત વસ્તુનું પ્રતિપાદન કરતો હોવાથી તેનો શાસ્ત્ર વિષયક બોધ નિશ્ચિત નથી અર્થાત્ તે પુરુષ પરમાર્થથી વસ્તુના સ્વરૂપનો પરિચ્છેત્તા નથી, પરંતુ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોયા વગર સ્વતિ વિકલ્પથી પદાર્થને જોઈને પ્રરૂપણા કરનારો છે; કેમ કે વસ્તુ પ્રમાણથી પરિચ્છિન્ન છે. જે પ્રમાણે પ્રમાણથી પરિચ્છિન્ન વસ્તુ છે તે પ્રમાણે યથાર્થ વસ્તુને પ્રતિપાદન કરનારો પુરુષ વસ્તુનો પ્રતિપાદક છે અને એકાંતે અવિકલ્પ કે એકાંતે સવિકલ્પ વસ્તુ કોઈ વડે ક્યારેય પણ પ્રાપ્ત થયેલ નથી અને પ્રાપ્ત થતી નથી. તેથી તેવા પ્રકારનું તેનું વચન પ્રમાણ બને નહીં અથવા તેવા પ્રકારના વચનનું અભિધાન કરનાર પુરુષ લોકમાં પ્રમાણપણારૂપે વ્યપદેશને પામે નહીં કે તે પુરુષનું જ્ઞાન લોકમાં પ્રમાણપણાને વ્યપદેશ પામે નહીં, કેમ કે વસ્તુનું તેવું સ્વરૂપ નથી. માટે વસ્તુને તે સ્વરૂપે કહેનાર પુરુષ વસ્તુના સ્વરૂપના અનવબોધને પોતાના આત્મામાં બતાવે છે, તે પ્રકારે અવતરણિકા સાથે સંબંધ છે. II૧/રૂપા અવતરણિકા :
परस्पराक्रान्तभेदाभेदात्मकस्य वस्तुनः कथञ्चित् सदसत्त्वमभिधाय तथा तदभिधायकस्य वचसः पुरुषस्यापि तदभिधानद्वारेण सम्यग्मिथ्यावादित्वं प्रतिपाद्य अधुना भावाभावविषयं तत्रैवैकान्तानेकान्तात्मकमंशं प्रतिपादयतो विवक्षया सुनयदुर्नयप्रमाणरूपतां, तत्प्रतिपादकं वचो यथा अनुभवति तथा प्रपञ्चतः प्रतिपादयितुमाह - અવતરણિયાર્થ:
પરસ્પર આક્રાન્ત એવી ભેદ-અભેદ સ્વરૂપ વસ્તુનું કોઈક અપેક્ષાએ સત્ય કહીને, કોઈક અપેક્ષાએ અસત્વ કહીને અને તેના અભિધાયક એવા વચનવાળા પુરુષનું પણ તદ્ અભિધાન દ્વારા પરસ્પર આક્રાન્ત ભેદાભદાત્મક પુરુષરૂપ વસ્તુના સર્વ-અસત્વના અભિધાન દ્વારા, સમ્ય-મિથ્યાવાદિત્વનું પ્રતિપાદન કરીને=પરસ્પર આક્રાન્ત ભેદાભદાત્મક પુરુષરૂપ વસ્તુના અભિધાન દ્વારા સમ્યગુવાદિત્વનું અને એકાંત ભેદાભદાત્મકતા અભિધાન દ્વારા મિથ્યાવાદિત્વનું પ્રતિપાદન કરીને, હવે ત્યાં જ પુરુષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org