________________
૧૪૬
ટીકા ઃ
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૮
सद्भावे=अस्तित्वे, यस्य = घटादेर्धर्मिणो, देशो= धर्म, आदिष्टोऽवक्तव्यानुविद्धस्वभावे अन्यथा तदसत्त्वात्, न ह्यपरधर्माप्रविभक्ततामन्तरेण विवक्षितधर्मास्तित्वमस्य सम्भवति खरविषाणादेरिव, तस्यैवापरो देश उभयथा अस्तित्वनास्तित्वप्रकाराभ्यामेकदैव विवक्षितो = अस्तित्वानुविद्ध एवावक्तव्यस्वभावः, अन्यथा तदसत्त्वप्रसक्तेः न ह्यस्तित्वाभावे उभयाविभक्तता शशशृङ्गादेरिव तस्य सम्भविनी, प्रथमतृतीयकेवलभङ्गव्युदासस्तथाविवक्षावशादत्र कृतो द्रष्टव्यः, तत्र प्रथमतृतीययोर्भङ्गकयोः परस्पराविशेषणभूतयोः प्रतिपाद्येनाधिगन्तुमिष्टत्वात्, प्रतिपादकेनापि तथैव विवक्षितत्वात्, अत्र तु तद्विपर्ययात्, अनन्तधर्मात्मकस्य धर्मिणः प्रतिपाद्यानुरोधेन तथाभूतधर्माक्रान्तत्वेन वक्तुमिष्टत्वात्, तद् द्रव्यमस्ति च अवक्तव्यं च भवति, तद्धर्मविकल्पनवशात्, धर्मयोस्तथापरिणतयोस्तथाव्यपदेशे धर्म्यपि तद्द्वारेण तथैव व्यपदिश्यते । । १ / ३८ ।।
ટીકાર્ય ઃसद्भावेऽस्तित्वे. વ્યવિશ્પતે ।। જે ઘટાદિ ધર્મીનો દેશ=ધર્મ, સદ્ભાવમાં=અસ્તિત્વમાં, આદિષ્ટ છે=અવક્તવ્ય અનુવિદ્ધ સ્વભાવમાં આદિષ્ટ છે; કેમ કે અન્યથા=તેનાથી અન્ય દેશને ગૌણરૂપે અવક્તવ્ય ન સ્વીકારવામાં આવે અને તેના કારણે સ્વીકારાયેલો દેશ અવક્તવ્ય અનુવિદ્ધ સ્વભાવવાળો ન બને તો, તેનું અસત્ત્વ પ્રાપ્ત થાય=ઘટાદિનું અસત્ત્વ પ્રાપ્ત થાય.
કેમ ઘટાદિનું અસત્ત્વ પ્રાપ્ત થાય ? એથી કહે છે
અપર ધર્મના અપ્રવિભક્તતા વગર=જે ધર્મની વિવક્ષા કરવામાં આવે તેનાથી તે વસ્તુમાં રહેલા અપર ધર્મના ગૌણપણારૂપે સ્વીકાર વગર, ખરવિષાણાદિની જેમ આનું=વસ્તુનું, વિવક્ષિત ધર્મથી અસ્તિત્વ સંભવતું નથી.
તેનો જ=ઘટાદિ ધર્મીનો જ, અપર દેશ-સદ્ભાવમાં જે આદિષ્ટ કર્યો તેનાથી અપર દેશ, ઉભયથા છે=અસ્તિત્વ-નાસ્તિત્વ પ્રકાર દ્વારા એકદા જ, વિવક્ષિત છે–અસ્તિત્વથી અનુવિદ્ધ અવક્તવ્ય સ્વભાવવાળો છે; કેમ કે અન્યથા=અપર દેશ અસ્તિત્વ અનુવિદ્ધ અવક્તવ્ય સ્વભાવવાળો ન સ્વીકારવામાં આવે, પરંતુ કેવળ અવક્તવ્યરૂપે સ્વીકારવામાં આવે તો તેના અસત્ત્વની પ્રસક્તિ છે=અવક્તવ્ય ભાંગાના અસત્ત્વની પ્રસક્તિ છે.
કેમ અવક્તવ્ય ભાંગાના અસત્ત્વની પ્રસક્તિ છે ? તે સ્પષ્ટ કરે છે –
અસ્તિત્વના અભાવમાં તેની શશશૃંગાદિની જેમ ઉભયઅવિભક્તતા=ઘટના અન્ય દેશમાં પ્રધાનરૂપે સ્વરૂપની અને પરરૂપની એકસાથે વિવક્ષા કરવારૂપ ઉભયઅવિભક્તતા, સંભવતી નથી જ.
તે પ્રકારની વિવક્ષાના વશથી=ઘટાદિ વસ્તુના એક દેશમાં સત્ત્વની અને અપર દેશમાં ઉભયની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org