________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૦
૧૫૫ ‘ પંધિવત શતપ્રમ:' એ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે તેને સ્થાને ટીકામાં ‘પર્વિસત્યધિવાચતુર્દશ તરિમાપ:' પાઠ છે, શુદ્ધિ ઉપલબ્ધ નથી. આના દ્રવ્યાદિ સંયોગની કલ્પનાથી ક્રોડો વિકલ્પો થાય છે.
'નથ'થી શંકા કરે છે કે અનંત ધર્માત્મક વસ્તુમાં તેના પ્રતિપાદક વચનની સાત પ્રકારની કલ્પનામાં આઠમા વચનના વિકલ્પની પરિકલ્પના કેમ કરાતી નથી ? અર્થાત્ જેમ પૂર્ણ વસ્તુના ત્રણ ભાંગા પાડ્યા અને તે વસ્તુના દેશને ગ્રહણ કરીને અન્ય ચાર ભાંગા કર્યા તેમ વસ્તુના ચાર દેશને ગ્રહણ કરીને આઠમો વિકલ્પ કેમ કરાતો નથી ? તે શંકાના નિરાકરણ માટે કહે છે –
તે પ્રકારના આઠમા વિકલ્પને કરવામાં નિમિત્તનો અભાવ છે. કેમ નિમિત્તનો અભાવ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
સાવયવાત્મક અપર નિમિત્તવાળા આઠમા ભાંગાની કલ્પના યુક્ત નથી અર્થાત્ જેમ દેશને લઈને ચોથા આદિ ભાંગાને ગ્રંથકારશ્રીએ બતાવ્યા તેમ વસ્તુના દેશના વિભાગ કરીને આઠમો ભાંગો થઈ શકતો નથી; કેમ કે દેશને આશ્રયીને થતા ચોથા આદિ વિકલ્પોમાં તે નવા કલ્પના કરાયેલા આઠમા વિકલ્પનો અંતર્ભાવ થાય છે. વળી નિરવ વાત્મક અપર નિમિત્તવાળા આઠમા ભાંગાની કલ્પના થતી નથી, કેમ કે પૂર્ણ વસ્તુને ગ્રહણ કરીને અવયવના વિભાગ વગર જેમ પ્રથમના ત્રણ ભાંગા કર્યા તે પ્રથમના ત્રણ ભાંગામાં તેનો=અખંડ વસ્તુને ગ્રહણ કરીને કરાતા આઠમા ભાંગાનો, અંતર્ભાવ થાય છે. આ સિવાય અન્ય કોઈ રીતે અખંડ દ્રવ્યને ગ્રહણ કરીને અથવા અખંડ દ્રવ્યના અવયવને ગ્રહણ કરીને પૂર્વમાં સાત ભાંગા બતાવ્યા તે સિવાય અન્ય કોઈ રીતે, આઠમા ભાંગાની કલ્પના થઈ શકતી નથી. વળી આ આઠમો ભાંગો જુદો પડતો નથી તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
આ આઠમા ભાંગામાં ક્રમથી અસ્તિ નાસ્તિરૂપ ધર્મને પ્રતિપાદન કરે કે યુગપ કરે ? જો ક્રમથી સ્વીકારવામાં આવે તો ગૌણ-પ્રધાન ભાવથી અસ્તિ-નાસ્તિના પ્રતિપાદનમાં પહેલા અને બીજા ભાંગામાં આનો અંતર્ભાવ થાય છે અર્થાતુ પ્રથમ ભાંગામાં સ્વરૂપની પ્રધાનતા કરીને અને પરરૂપની ગૌણતા કરીને સ્યાદ્ અસ્તિ કહ્યું અને બીજા ભાંગામાં પરરૂપની પ્રધાનતા કરી અને સ્વરૂપની ગૌણતા કરી સ્યાદ્ નાસ્તિ ભાંગો કર્યો. તે બે ભાંગામાં જ આઠમો ભાંગો ગૌણ-પ્રધાન ભાવથી અસ્તિ-નાસ્તિને કહેવામાં આવે તો અંતર્ભાવ પામે છે. અસ્તિ-નાસ્તિને પ્રધાન ભાવથી આ આઠમો ભાંગો સ્વીકાર કરે તો ચોથા ભાંગામાં અંતર્ભાવ પામે છે; કેમ કે ચોથો ભાંગો સ્યાદ્ અસ્તિ અને સ્યાદ્ નાસ્તિનો છે તે ક્રમસર સ્વરૂપને અને પરરૂપને પ્રધાન કહે છે. જો કલ્પના કરાયેલો આઠમો ભાંગો યુગપદ્ અસ્તિ-નાસ્તિ ધર્મને કહે તો ત્રીજા ભાંગામાં અંતર્ભાવ પામે; કેમ કે ત્રીજો ભાંગો અસ્તિ-નાસ્તિને યુગપ પ્રતિપાદન કરવા અર્થે યત્ન કરે છે, તેથી અવક્તવ્ય ભાંગો પ્રાપ્ત થાય છે. ભંગના સંયોગની કલ્પનાથી ભંગાન્તરની કલ્પનામાં પ્રથમ અને દ્વિતીય ભંગના સંયોગમાં ચોથો ભાંગો જ પ્રાપ્ત થાય; કેમ કે ચોથા ભાંગામાં ક્રમસર અસ્તિ-નાસ્તિનું પ્રતિપાદન છે તે પ્રથમ અને દ્વિતીય ભંગના સંયોગથી જ થયેલ છે. પ્રથમ અને ત્રીજા ભાંગાના સંયોગથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org