Book Title: Sammati Tark Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 187
________________ ૧૬૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૧ આ રીતે વ્યંજનપર્યાયમાં દ્રવાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય મૂલાધારવાળા ત્રણ ભાંગા કઈ રીતે પ્રાપ્ત થાય છે ? એ બતાવ્યા પછી અન્ય ભાંગા કઈ રીતે બને છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – પ્રથમ અને બીજાના સંયોગમાં ચોથો ભાંગો છે અર્થાત્ શબ્દનયથી પ્રાપ્ત થતો સવિકલ્પ અને સમભિરૂઢનય અને એવંભૂતનયથી પ્રાપ્ત થતો નિર્વિકલ્પ એ બેના સંયોગમાં ચોથો ભાંગો છે. ત્યારપછી પ્રથમ ભાંગારૂપ સવિકલ્પમાં અનભિધેય એવા અવક્તવ્ય ભાંગાનો સંયોગ કરવામાં આવે તો પાંચમો ભાંગો પ્રાપ્ત થાય છે. નિર્વિકલ્પરૂપ બીજા ભાગમાં અનભિધેય એવા અવક્તવ્ય ભાંગાનો સંયોગ કરવામાં આવે તો છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય છે. ચોથા ભાંગામાં અનભિધેય એવા અવક્તવ્યનો સંયોગ કરવામાં આવે તો સાતમો ભાંગો પ્રાપ્ત થાય. આ રીતે વ્યંજનપર્યાયમાં દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનય સાત ભાંગાનો મૂલાધાર છે તેની સ્પષ્ટતા ટીકાકારશ્રીએ કરી. અહીં જિજ્ઞાસા થાય કે સવિકલ્પ શબ્દથી અસ્તિનું ગ્રહણ કઈ રીતે છે ? તેનું તાત્પર્ય એ છે કે જે સામાન્યનું ગ્રહણ હોય તેમાં વિકલ્પ પડે. તેથી જેમાં વિકલ્પ પડે એવું જે સામાન્ય હોય તે સવિકલ્પ કહેવાય. જેમ સને ગ્રહણ કરનાર સંગ્રહનય છે ત્યાં વિકલ્પ પડે કે જે સત્ છે તે દ્રવ્ય છે કે પર્યાય છે. તેમ પ્રસ્તુતમાં શબ્દનય ઘટ, કુંભાદિ સર્વને સામાન્ય રીતે ઘટ શબ્દથી ગ્રહણ કરે છે. તેથી જે સામાન્યને ગ્રહણ કરે તે સવિકલ્પ કહેવાય અને નિર્વિકલ્પ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જે પર્યાયનું અવલંબન કરે તેમાં વિકલ્પ પડે નહીં. આથી જ સમભિરૂઢનયે ઘટ, કુંભાદિ સામાન્યનો ત્યાગ કરીને ઘટનો અને કુંભનો ભેદ સ્વીકાર્યો. તેથી ઘટપર્યાયનો અને કુંભપર્યાયનો ભેદ સ્વીકારવાને કારણે એમાં વિકલ્પો પડે નહીં. તેથી નિર્વિકલ્પ શબ્દથી વિશેષનું ગ્રહણ થયું. માટે નાસ્તિનો ભાંગો નિર્વિકલ્પ શબ્દથી પ્રાપ્ત થાય છે. અન્ય પ્રકારે ગાથા-૪૧ની અવતરણિકા - अथवा प्रदर्शितस्वरूपा सप्तभङ्गी संग्रहव्यवहारऋजुसूत्रेष्वेवार्थनयेषु भवतीत्याह-एवं सत्तवियप्पो इत्यादिगाथाम् । अस्यास्तात्पर्यार्थः - અવતરણિકાર્ય : અથવા પૂર્વમાં બતાવેલ સ્વરૂપવાળી સપ્તભંગી સંગ્રહાય, વ્યવહારનય અને ઋજુસૂત્રનયરૂપ જ અર્થતયોમાં થાય છે, એ બતાવવા માટે “વં સત્તવિવMો" ઇત્યાદિ ગાથા છે. આ ગાથાનો તાત્પર્યાર્થ બતાવે છે – ટીકા : अर्थनय एव सप्त भङ्गाः शब्दादिषु तु त्रिषु नयेषु प्रथमद्वितीयावेव भङ्गो, यो ह्यर्थमाश्रित्य वक्तृस्थः संग्रहव्यवहारऋजुसूत्राख्यः प्रत्ययः प्रादुर्भवति सोऽर्थनयः, अर्थवशेन तदुत्पत्तेः अर्थं प्रधान Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234