________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૩
૧૩૧ છે એ પ્રમાણે નિર્વિકલ્પ-નિશ્ચિત વિકલ્પ અર્થાત્ ભેદ, જે પુરુષદ્રવ્યમાં છે તે નિર્વિકલ્પ ભેદરૂપ પુરુષને તેના સ્વરૂપલાભકાલમાં જન્મથી માંડીને મરણ પર્યંતના પુરુષના સ્વરૂપલાભકાળમાં, જે કહે છે તે વ્યક્તિ બાલ આદિ વિકલ્પને પ્રાપ્ત કરતો નથી. આકનિર્વિકલ્પભેદરૂપ પુરુષને કહેનાર વ્યક્તિ, તુલ્યને દ્રવ્યતુલ્યતાને, પ્રાપ્ત કરે છે.
અહીં પણ=બીજા વિકલ્પમાં પણ, પૂર્વની જેમ તેના અગ્રહમાં=બાલ આદિ વિકલ્પના અગ્રહમાં, પુરુષનો અગ્રહ હોવાથી ભેદરૂપતાનો પણ અભાવ જ છેeઘટપટાદિથી પુરુષની ભેદરૂપતાનો પણ અભાવ જ છે, એ પ્રમાણેનો ભાવ છે. ગાથાનો બે રીતે અર્થ કર્યા પછી તે સર્વ કથનનો ફલિતાર્થ કરતાં કહે છે –
અને આ પ્રમાણે જ હો=પુરુષમાત્રનો સ્વીકાર થાય છે અને બાલ આદિ ભેદોની પ્રાપ્તિ નથી એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ પ્રમાણે જ હો, એમ ન કહેવું; કેમ કે સર્વ વ્યવહારના ઉચ્છેદની પ્રસક્તિ છે અર્થાત્ સર્વ વ્યવહાર પુરુષ પુરુષરૂપે અનુગત અને બાલ આદિ રૂપે વ્યાવૃત વસ્તુને જોઈને વ્યવહાર પ્રવર્તે છે તે સર્વ વ્યવહારના ઉચ્છેદની આપત્તિ છે. તેથી ભેદભેદરૂપ જ વસ્તુ હો. ૧/૩૩ાા ભાવાર્થ
કોઈક પુરુષ અન્ય પુરુષને પુરુષકાલમાં જોઈને “સર્વ વિકલ્પોથી રહિત એવો આ પુરુષ છે' એ પ્રમાણે કહે છે અર્થાત્ “આ પુરુષ છે એ પ્રમાણે એકાંતે કહે છે. તે વ્યક્તિ તે પુરુષમાં પ્રત્યક્ષથી પ્રાપ્ત થતા બાલયુવાન આદિ ભાવોના વિકલ્પને પ્રાપ્ત કરતો નથી. બાલ આદિ વિકલ્પોને જો તે ન સ્વીકારે તો જેમ બાલ આદિ વિકલ્પો નથી તેમ તેની તુલ્ય પુરુષ પણ નથી એ પ્રમાણે એને પ્રાપ્ત થાય; કેમ કે બાલ આદિ પર્યાયોના સ્પર્શ વગર માત્ર પુરુષ ઉત્પત્તિથી માંડીને મરણ પર્યન્ત એક સમાનભાવરૂપે સદા સ્થિર નથી. તેથી બાલ આદિ ભાવોનો અપલોપ કરવામાં આવે તો તે ભાવોના આધારરૂપ પુરુષદ્રવ્યનો પણ અપલોપ થાય.
ટીકાકારશ્રી નિર્વિકલ્પ શબ્દની જુદી વ્યુત્પત્તિ ગ્રહણ કરીને અન્ય પ્રકારે અર્થ કરે છે. તે પ્રમાણે નિર્વિકલ્પનો અર્થ નિશ્ચિત વિકલ્પ=નિશ્ચિત ભેદ, પ્રાપ્ત થાય. તેથી કોઈ વ્યક્તિ “આ પુરુષ છે, ઘટ-પટાદિ નથી' એ પ્રકારનો નિશ્ચિત ભેદ સ્વીકારે અને “આ એકાંત પુરુષ છે' તેમ સ્વીકારે તો તે પુરુષદ્રવ્યમાં વર્તતા બાલ આદિ વિકલ્પોને પ્રાપ્ત કરે નહીં અને બાલ આદિ વિકલ્પોને પ્રાપ્ત કરે નહીં તો આ પુરુષ તુલ્યતાને પ્રાપ્ત કરે છેદ્રવ્ય તુલ્યતાને જ પ્રાપ્ત કરે છે=બાલ આદિ વિકલ્પો પુરુષરૂપ દ્રવ્યની તુલ્યતાને જ પ્રાપ્ત કરે છે. એથી એ પ્રાપ્ત થાય કે કોઈ પુરુષની બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા તે સર્વ અવસ્થામાં તેને “આ પુરુષ છે, આ પુરુષ છે' એવો જ બોધ થાય છે, પરંતુ આ બાલ છે, આ યુવાન છે' ઇત્યાદિ બોધ થતો નથી, પરંતુ પુરુષરૂપ દ્રવ્યની તુલ્યતાને બાલ આદિ વિકલ્પો પ્રાપ્ત કરે છે અહીં પણ=બીજા પ્રયોગમાં પણ, પ્રથમ પ્રયોગની જેમ તેનો અગ્રહ થયે છd=બાલ આદિ વિકલ્પોનો અગ્રહ થયે છતે, તેનો અગ્રહ થવાથી=પુરુષનો અગ્રહ થવાથી, ભેદરૂપતાનો પણ અભાવ છેeઘટપટાદિથી પુરુષમાં જે ભેદરૂપતા છે તેનો પણ અભાવ છે.
આ રીતે બન્ને વિકલ્પ કર્યા પછી ફલિતાર્થ કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org