________________
૧૩૦
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૩
ગાથાર્થ :
પુરષ કાળમાં “છે' એ પ્રમાણે નિર્વિકલ્પ પુરુષને જે બોલે છે તે બાલ આદિ વિકલ્પને ગ્રહણ કરતો નથી અથવા તુલ્યને પ્રાપ્ત કરે બાલ આદિ વિકલ્પના અભાવની તુલ્ય પુરુષના અભાવને પ્રાપ્ત કરે. ll૧/૩૩ll ટીકા -
'अस्ति' इति एवं, निर्विकल्पं निष्क्रान्ताशेषभेदस्वरूपं, पुरुषम् एकरूपं पुरुषद्रव्यं, यो ब्रवीति पुरुषकाले-पुरुषोत्पत्तिक्षण एव, असौ बालादिभेदं न लभते बालादिभेदरूपतया नासौ स्वयमेव व्यवस्थितिं प्राप्नुयात्, नापि तद्रूपतया अपरमसौ पश्येत्, एवं चाभेदरूपमेव तत् पुरुषवस्तु प्रसज्येत, तुल्यं वा प्राप्नुयात्-तदप्यभेदरूपं बालादितुल्यतामेव अभावरूपतया प्राप्नुयात्, भेदाऽप्रतीतावभेदस्याप्यप्रतीतेरभाव इति भावः ।
यद्वा अस्ति' इति एवं, निर्विकल्पम् निश्चितो विकल्पो-भेदो यस्मिन् पुरुषद्रव्ये तद् निर्विकल्पं भेदरूपं पुरुषं तत्स्वरूपलाभकाले भणति असौ बालादिविकल्पं न लभेत, तुल्यम् इति द्रव्यतुल्यतामेवासौ प्राप्नुयात्, अत्रापि पूर्ववत् तदग्रहे तदग्रहाद् भेदरूपताया अप्यभाव इति भावः, न चैवमेवास्त्विति वक्तव्यम् सर्वव्यवहारोच्छेदप्रसक्तेरिति भेदाभेदरूपमेव वस्त्वस्तु ।।१/३३।। ટીકાર્ચ -
ગતિ' રૂતિ પર્વ ... વર્તતુ | ‘છે' એ પ્રમાણે નિર્વિકલ્પવાળા=નિષ્ક્રાંત થયા છે સર્વ ભેદોના સ્વરૂપવાળા, પુરુષને એકરૂપ પુરુષદ્રવ્યને, જે પુરુષકાલમાં-પુરુષની ઉત્પત્તિક્ષણમાં જ=જન્મથી માંડીને મૃત્યુ સુધીની પુરુષની પુરુષરૂપે જે ઉત્પત્તિ છે તે ક્ષણમાં જ, કહે છે, આ=આ પ્રમાણે કહેનાર પુરુષ, બાલ આદિ ભેદને પ્રાપ્ત કરતો નથી=બાલ આદિ ભેદરૂપપણાથી આ પુરુષ સ્વયં જ વ્યવસ્થિતિને પ્રાપ્ત કરતો નથી આ પુરુષ બાલ આદિ ભેદરૂપે રહેલી પોતાની જ અવસ્થાને પ્રાપ્ત કરતો નથી. વળી ત૬૫પણાથી=બાલાદિરૂ૫પણાથી, અપર પોતાનાથી અત્ય, એવી કોઈ વસ્તુને આ જોતો નથી. અને એ રીતે=નિર્વિકલ્પ પુરુષમાત્રને જુએ છે એ રીતે, અભેદરૂપ જ તે, પુરુષવસ્તુ પ્રાપ્ત થાય=બાલ આદિ ભેદથી રહિત કેવલ અભેદરૂપ જ પુરુષવસ્તુ પ્રાપ્ત થાય. અથવા તુલ્ય પ્રાપ્ત થાય=તે પણ અભેદરૂપ વસ્તુ બાલ આદિ તુલ્યતાને જ અભાવરૂપપણાથી પ્રાપ્ત કરે, અર્થાત્ ભેદની અપ્રતીતિમાં અભેદની પણ અપ્રતીતિ હોવાથી અભાવ જ છે–પુરુષનો અભાવ જ છે, એ પ્રકારનો ભાવ છે.
ગાથામાં “નિર્વિકલ્પ' શબ્દ છે તેનો અર્થ “નિષ્ક્રાંત અશેષ ભેદસ્વરૂપ' ગ્રહણ કરીને ગાથાનો અર્થ કર્યો. હવે ‘નિર્વિકલ્પનો અર્થ “નિશ્ચિત વિકલ્પ' ગ્રહણ કરીને ગાથાનો અર્થ “યદ્વા'થી કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org