________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯
૭૩
પૂર્વમાં કહ્યું કે પૂર્વ-અપરનું અનુસંધાન નહીં હોવાના કારણે એકાંત ક્ષણિકપક્ષમાં સંતતિકલ્પનાના બીજભૂત ઉપાદાનઉપાદેયભાવનું અઘટનાનપણું છે. ત્યાં ક્ષણિકવાદી કહે કે ઉપાદાનઉપાદેયભાવ વચ્ચે અનુસંધાનની પ્રતિપત્તિ મિથ્યા છે. તેનું નિરાકરણ કરવા અર્થે ટીકાકારશ્રી કહે છે –
અને આ અનુસંધાનની પ્રતિપત્તિ મિથ્યા નથી; કેમ કે દ્વેષ, ગર્વ, શાક્ય, અસંતોષ આદિ અન્યોન્ચ વિરુદ્ધ સ્વભાવોનું ક્રમવિવર્તી ચિદ્વિવતનું સ્વસંવેદના અધ્યક્ષથી સિદ્ધોનું તે તે પ્રકારે અનુભવ કરનારાને સંશય, વિપર્યય અને અદઢ જ્ઞાનના અવિષયકૃત એવા એકચૈતન્યનો અનુભવ છે અને બાધા રહિત અનુભવતા વિષયનો અપલાપ ન થાય; કેમ કે અનુભવ વિષય એવા સુખાદિતા પણ અપલાપનો પ્રસંગ છે. અને તે રીતેઅનુભવતા વિષયો અપલાપ કરવામાં આવે તે રીતે, પ્રમાણપ્રમેયાદિ વ્યવહારના ઉચ્છેદની પ્રસક્તિ છે.
વળી મુક્ત થનાર આત્મા નહીં હોતે છતે પણ મિથ્યા અધ્યારોપના દાન માટે પ્રયત્ન છે' એ પ્રમાણે જે કહેવાયું તે પણ આના દ્વારા જ પૂર્વમાં કહ્યું કે બાધા રહિત અનુભવના વિષયો અપલોપ થઈ શકે નહીં તેના દ્વારા જ, પ્રતિનિહિત છે નિરાકૃત છે; કેમ કે યથોક્ત પ્રતિપત્તિના મિથ્યાત્વની અસિદ્ધિ છે=ઢેષ, ગર્વ, શાક્ય આદિ ભાવોમાં સંશય, વિપર્યય, અદઢ જ્ઞાનના અવિષયભૂત એકચૈતન્યતા અનુભવરૂપ યથોક્ત પ્રતિપતિના મિથ્યાત્વની અસિદ્ધિ છે.
લેષાદિ સર્વ ભાવોમાં હું અનુગત છું એ પ્રકારના પ્રતિપત્તિના મિથ્યાત્વની અસિદ્ધિ કેમ છે ? તેથી કહે છે –
અને અનુમાનથી નિશ્ચિત અર્થમાં આરોપની બુદ્ધિની ઉત્પત્તિ નથી, ઘૂમતા નિશ્ચયથી જણાવેલ અગ્નિની જેમ.
અહીં પૂર્વપક્ષી કહે કે મિથ્યાજ્ઞાનનું સહજપણું હોવાથી વિપરીત અર્થના ઉપસ્થાપક અનુમાનની પ્રવૃત્તિમાં પણ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અને મિથ્યાજ્ઞાનનું સહજપણું હોવાના કારણે વિપરીત અર્થતા= આ મિથ્યાજ્ઞાન નથી' એ પ્રકારના વિપરીત અર્થતા, ઉપસ્થાપક અનુમાનની પ્રવૃત્તિ હોવા છતાં પણ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ નથી એમ ન કહેવું; કેમ કે તે પ્રકારે સ્વીકારવામાં બોધસંતાનની જેમ તેની સર્વદા અનિવૃત્તિ છે, તેથી અમુક્તિની પ્રસક્તિ છે.
વળી, અસહજ=અસહજ મિથ્યાજ્ઞાન હોય તો, શુક્તિના જ્ઞાનમાં રજતતા ભ્રમની જેમ તત્ત્વજ્ઞાનના પ્રાદુર્ભાવમાં અવશ્ય તિવર્તન પામે છે અથવા અનિવૃત્તિ થયે છતે તત્ત્વજ્ઞાનના પ્રાદુર્ભાવમાં પણ મિથ્યાજ્ઞાનની અનિવૃત્તિ થયે છતે, પ્રમાણ સમ્યજ્ઞાન, અપ્રમાણનું મિથ્યાજ્ઞાનનું, બાધક થાય નહીં.
અને ક્ષણક્ષયનો નિશ્ચય થયે છતે દરેક પદાર્થો ક્ષણમાં ક્ષય પામે છે તેવો નિર્ણય થયે છતે, તે જ હું છું= બાલ્યાવસ્થામાં જે હું હતો તે જ યુવાવસ્થામાં હું છું એ પ્રકારનો પ્રત્યય યુક્ત નથી=એ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org