________________
૧૦૦
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૬, ૨૭
કેમ સર્વથા સામ્ય નથી ? એથી કહે છે –
જો સર્વથા સામ્ય હોય તો દૃષ્ટાંતમાં દૃષ્ટાંતના ભાવની અપ્રાપ્તિ થાય; કેમ કે દૃષ્ટાંત હંમેશાં એક દેશથી દાષ્ટ્રતિકભાવ તુલ્ય હોય છે, સર્વથા તુલ્ય હોતું નથી. l/૧/૨કા અવતરણિકા:
(१) 'रत्नादिकारणेष्वावल्यादिकार्यं सदेव' [ ] इति साङ्ख्यः । (२) 'तेषामेवानेन रूपेण व्यवस्थितत्वात् तदव्यतिरिक्तं विकारमात्रं कार्यं, त एव' [ ] इति साङ्ख्यविशेष एव । (३-४) 'न कार्य कारणे विद्यते इति तेभ्यस्तत् पृथग्भूतम् नहि कारणमेव कार्यरूपेण व्यवतिष्ठते परिणमते वा' [] इति वैशेषिकादयः । (५) 'न च कार्यम् कारणं वास्ति द्रव्यमात्रमेव तत्त्वम्' [ ] इत्यपरः । एवंभूताभिप्रायवन्त एकान्तवादिनो दृष्टान्तस्य साध्यसमतां मन्यन्ते तान् प्रत्याह - અવતરણિતાર્થ :(૧) રત્નાદિ કારણોમાં આવેલી આદિ કાર્યો માલા આદિ કાર્યો, સદ્ જ છે એમ સાંખ્ય કહે છે.
(૨) તેઓનું જ રત્નોનું જ, આ રૂપે=માળા રૂપે, વ્યવસ્થિતપણું હોવાથી તેનાથી અવ્યતિરિક્ત=રત્નોથી અતિરિક્ત, વિકારમાત્ર=રત્નોના વિકારમાત્ર, એવું કાર્ય તે જ છે=રત્નરૂપ જ છે એ પ્રમાણે સાંખ્યવિશેષ જ, કહે છે.
(૩-૪) કારણમાં કાર્ય વિદ્યમાન નથી એથી તેનાથી-રત્નોથી, તે=માળા, પૃથભૂત છે. હિં=જે કારણથી કારણ જ કાર્યરૂપે થતું નથી કે પરિણમન પામતું નથી એ પ્રમાણે વૈશેષિકાદિ કહે છેઃવૈશેષિક અને બૌદ્ધ કહે છે.
(૫) અને કાર્ય અથવા કારણ નથી, દ્રવ્ય માત્ર જ તત્ત્વ છે. એ પ્રમાણે બીજા કહે છે-અદ્વૈતવાદી કહે છે.
આવા પ્રકારના અભિપ્રાયવાળા પૂર્વમાં વર્ણન કર્યું એવા પાંચ પ્રકારના અભિપ્રાયવાળા, એકાંતવાદીઓ દષ્ટાંતની સાધ્યસમતા=સાધ્યની સાથે સમાનતાને, માને છે રત્નાવલીનું દૃષ્ટાંત પોતપોતાને અભિમત સત્કાર્યવાદ આદિ સાધ્યને સાધનાર છે તેમ માને છે, પરંતુ ગાથા-૨૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું એ પ્રમાણે વિશ્વાસ માટે દષ્ટાંત ઉપવીત નથી એમ જેઓ કહે છે તેઓના પ્રતિ ગ્રંથકારશ્રી કહે છે –
ભાવાર્થ :
ગાથા-૨૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે “રત્નાવલીનું દૃષ્ટાંત વ્યુત્પન્ન લોકને અને અવ્યુત્પન્ન લોકને સુખપૂર્વક બોધ કરાવવા માટે છે. વળી, રત્ન અને માળાની જેમ પદાર્થ એક-અનેકાત્મક છે તેના બોધનું જનક છે. વળી, અનંતધર્માત્મક વસ્તુના પ્રરૂપક એવા વાક્યના વિષયવાળું દૃષ્ટાંત છે. એથી પદાર્થ એકાંતાત્મક છે એવી શંકાના વ્યવચ્છેદપૂર્વક જગતના પદાર્થો આવા છે તે વિશ્વાસ માટે રત્નાવલીનું દૃષ્ટાંત ગ્રંથકારશ્રીએ કહેલ છે”. ત્યાં સાંખ્ય આદિ પાંચ એકાંતવાદીઓ કહે છે કે અમારા મતમાં જે સત્કાર્યાદિ સાધ્ય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org