________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧-૨
ચારગતિના પરિભ્રમણરૂપ ભવને જીતવા માટે ઉપકારક છે અને અનુપમ સુખના સ્થાનની પ્રાપ્તિ માટે ઉપકારક છે. તેથી જે જીવો ભગવાનના શાસનના પરમાર્થને જાણીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તેઓ પોતાનામાં રહેલા રાગદ્વેષને જિનવચનના અવલંબનથી સુખપૂર્વક જીતી શકે છે, ચારગતિની કદર્થનાનો સુખપૂર્વક નાશ કરી શકે છે અને ભગવાનની જેમ અનુપમ સુખની પ્રાપ્તિ કરી શકે છે તેવું મહાફલવાળું પદાર્થનું યથાર્થ પ્રતિપાદન કરનાર ભગવાનનું શાસન છે.
વળી તે શાસનના ત્રણ વિશેષણો મુક્યા છે – સિદ્ધ અર્થોને કહેનારું, કુસમયવિસાસણ કરનારું અને સિદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધ અર્થોને કહેનારું છે અર્થાત્ નિશ્ચિત અર્થોને કહેનારું છે માટે લેશ પણ શંકાનું સ્થાન નથી. વળી, કુસમયરૂપ જે મિથ્યાદર્શનો, તેનો વિનાશ કરનાર છે. માટે કુદર્શનોથી થતા અનર્થોથી આત્માનું રક્ષણ કરનાર છે. વળી, એકાંતવાદને કહેનારા દર્શનો જેમ મિથ્યાદર્શન છે તેમ જૈનદર્શનને સ્વીકારનારા પણ જ્ઞાત-અજ્ઞાત દૃષ્ટિથી એકાંતવાદને સ્વીકારીને “વીર ભગવાને આ પદાર્થ આમ જ કહ્યો છે એમ જેઓ કહે છે તેઓની પણ તે કુત્સિત માન્યતાઓનો વિનાશ કરનાર છે.
અથવા કુસમયવિસાસણનો અર્થ અન્ય પ્રકારે કર્યો એ પ્રમાણે અતીન્દ્રિય પદાર્થોને સમ્યક્ પ્રકારે વિવિધ રીતે બતાવનાર છે અર્થાત્ “આ પદાર્થ આનું કારણ છે, આ પદાર્થ આનું કાર્ય છે એ બતાવનાર છે. તેથી જે દૃષ્ટથી પદાર્થની વ્યવસ્થા દેખાતી નથી તે વ્યવસ્થાનો પણ ભગવાનના શાસનથી બોધ કરીને પ્રવૃત્તિ કરવામાં આવે તો છબસ્થને પણ તેના ફળની પ્રાપ્તિ થાય છે. માટે અદૃષ્ટ પદાર્થોમાં સમ્યક પ્રવૃત્તિ કરાવવામાં પણ ભગવાનનું શાસન પ્રબલ કારણ છે. વળી, ભગવાનનું શાસન સિદ્ધ છે સ્વતઃ પ્રતિષ્ઠ છે, પરંતુ અન્ય પ્રમાણોને આધીન પ્રતિષ્ઠિત નથી તેમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનનું શાસન અન્ય સર્વ પ્રમાણો કરતાં અત્યંત બલવાન પ્રમાણરૂપ છે. તેથી આત્માર્થી જીવોએ ભગવાનના શાસનનું આશ્રયણ કરવું જોઈએ. I૧/૧ અવતરણિકા :
एवमिष्टदेवतानमस्कारकरणध्वस्तप्रकरणपरिसमाप्तिविबन्धकृत्क्लिष्टकर्मान्तरायः सूरिर्जिनप्रणीतत्वेन शासनस्य प्रकरणमन्तरेणाऽपि स्वतः सिद्धत्वात् तदभिधेयस्य निष्प्रयोजनतामाशङ्कमानः 'समयपरमत्थ०' इत्यादिगाथासूत्रेण प्रकरणाभिधेयप्रयोजनमाह -
અવતરણિકાર્ય :
આ રીતે=પ્રથમ ગાથામાં મંગલાચરણ કર્યું એ રીતે, ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવાથી ધ્વસ્ત થયા છે પ્રકરણની પરિસમાપ્તિના બાધક એવા ક્લિષ્ટ કર્મોના અંતરાય જેમને એવા, જિનપ્રણીતપણાને કારણે પ્રકરણ વગર પણ શાસનનું સ્વતઃ સિદ્ધપણું હોવાથી, તેના અભિધેયની=પ્રસ્તુત પ્રકરણના અભિધેયની, નિપ્રયોજનની આશંકા કરતાં=કોઈકને તેવી આશંકા થાય એ પ્રકારે આશંકા કરતાં, આચાર્ય સમયપરમઘેં ઈત્યાદિ ગાથાસૂત્રથી પ્રકરણના અભિધેયના પ્રયોજનને કહે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org