Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 14
________________ અગિયાર કલ્પનાને નિશ્ચયનયની દૃષ્ટિ રાખીને દૂર કરવામાં આવે ત્યારે ચિત્તમાં જે સ્થિરતા ઉત્પન્ન થાય તે જ સમતા છે. રાગાદિ વિકલ્પા કલ્પિત છે. વિકલાના જન્મથી રાગાદિના જન્મ થાય છે, એટલે કે ખાદ્ય પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટની ભ્રાન્તિને જ્યારે ક્ષય થઈ જાય છે, ત્યારે રાગ-દ્વેષનાં તફ઼ાના જાગતાં નથી,× ત્યાં અપ્રતિહત ( અબાધિત) સમતાની અનુભૂતિ થાય છે. ૫. જ્ઞાનના પરિપાક-શમ અને સમતા, નિરંતર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન જેને છે એવા જ્ઞાનના પરિપાક, શુદ્ધ પરિણામ તે ‘શમ ’ કહેવાય છે. એથીજ તેને “ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ ક્ષય ” એ પાંચ પ્રકારના યાગમાં સમતા ’ નામે ચેાથેા ચૈાગના ભેદ કહ્યો છે. ', ૬. સમ્ગદષ્ટિ-આત્મપરિણતિવાળું જ્ઞાન. જ્ઞાનથી થતી પ્રવૃત્તિના પરિણામના ખ્યાલ જેમાં છે એવું હેય અને ઉપાદેય તત્ત્વના વિવેકવાળુ' પણ તેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ રહિત જ્ઞાન આત્મપરિણતિવાળું કહેવાય છે. આ જ્ઞાન અત્યંત દુર્ભેદ્ય રાગ, દ્વેષ અને મિથ્યાત્વની ગ્રન્થિના ભેદ થયે સમ્યગ્દષ્ટિને હાય છે. ૭. તૃષ્ણાના ક્ષય. આત્મસ્વરૂપના અવલખન સિવાય તૃષ્ણાના ક્ષય થતા નથી. × જ્યારે સમભાવનેા પરિપાક થઇ જાય છે ત્યારે વિષયામાં થતી ષ્ટાનિસ્તાનું જ્ઞાન નાશ પામી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120