Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પ્રકાશકીય
પરમ પૂજ્ય પંન્યાસજી શ્રીભદ્ર'કરવિજયજી ગણિવરે આજથી પાંચેક વર્ષો પૂર્વે* સૂચન કર્યું' કે ' શ્રી વિજયસિંહસૂરિકૃત સામ્યશતક એ નાનકડા પણુ અપ્રાપ્ય ગ્રંથ છે. ગ્રંથના વિષય અતિશય સુંદર છે અને તેનું પુનર્મુદ્રણ થવું જરૂરી છે. ”
અમે આ પુસ્તિકા મેળવવા માટે ઘણેા પ્રયત્ન કર્યાં. પરંતુ અમને તે પ્રાપ્ત થઈ નહીં ત્યારે, અમે આ વાત પૂ॰ ૫ન્યા સજી મહારાજશ્રીને જણાવતાં તેમણે મુનિ શ્રીઅભયસાગરજી પાસેથી પ્રસ્તુત ગ્રંથની મુદ્રિત પુસ્તિકા મ`ગાવી અમને આપી.
પ્રસ્તુત પુસ્તિકા જૈન ધમ વિદ્યા પ્રસારકવગ, પાલીતાણા તરફથી ૧૬ પેજી રેમી સાઇઝમાં વિ. સ. ૧૯૬૩ (સન્ ૧૯૦૭)માં ગુજરાતી ભાષાંતર સાથે પ્રકાશિત થયેલ હતી. અને જે ૧૧૪ પાના પ્રમાણુ હતી. અમે આ પુસ્તિકા જોઇ અને અમને લાગ્યું કે આ ગ્રંથ કરી છપાવવા જેવા છે. પરંતુ તે પૂર્વે ભાષાંતર નવેસરથી કરવું જરૂરી લાગવાથી અમે નવેસરથી ભાષાંતર કર્યું.
દરમ્યાન પૂ૦ પન્યાસજી મહારાજ તરફથી સૂચન થયું કે ન્યાયવિશારદ ન્યાયાચાય ઉપાધ્યાય શ્રીયશેાવિજયજી કૃત સમતાશતક પણ આ ગ્રંથના ભેગુ જ છપાવવા જેવું છે. કારણ કે, તે સમતાશતક, સામ્યશતકના ભાવને લઇને જ રચેલે ગ્રંથ છે. અમે તે ગ્રંથ, કે જે ગુજરૃર સાહિત્યસ’ગ્રહુ ભાગ-૧લામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org