________________
અગિયાર
કલ્પનાને નિશ્ચયનયની દૃષ્ટિ રાખીને દૂર કરવામાં આવે ત્યારે ચિત્તમાં જે સ્થિરતા ઉત્પન્ન થાય તે જ સમતા છે. રાગાદિ વિકલ્પા કલ્પિત છે. વિકલાના જન્મથી રાગાદિના જન્મ થાય છે, એટલે કે ખાદ્ય પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટની ભ્રાન્તિને જ્યારે ક્ષય થઈ જાય છે, ત્યારે રાગ-દ્વેષનાં તફ઼ાના જાગતાં નથી,× ત્યાં અપ્રતિહત ( અબાધિત) સમતાની અનુભૂતિ થાય છે.
૫. જ્ઞાનના પરિપાક-શમ અને સમતા,
નિરંતર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન જેને છે એવા જ્ઞાનના પરિપાક, શુદ્ધ પરિણામ તે ‘શમ ’ કહેવાય છે. એથીજ તેને “ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિ ક્ષય ” એ પાંચ પ્રકારના યાગમાં સમતા ’ નામે ચેાથેા ચૈાગના ભેદ કહ્યો છે.
',
૬. સમ્ગદષ્ટિ-આત્મપરિણતિવાળું જ્ઞાન.
જ્ઞાનથી થતી પ્રવૃત્તિના પરિણામના ખ્યાલ જેમાં છે એવું હેય અને ઉપાદેય તત્ત્વના વિવેકવાળુ' પણ તેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ રહિત જ્ઞાન આત્મપરિણતિવાળું કહેવાય છે. આ જ્ઞાન અત્યંત દુર્ભેદ્ય રાગ, દ્વેષ અને મિથ્યાત્વની ગ્રન્થિના ભેદ થયે સમ્યગ્દષ્ટિને હાય છે.
૭. તૃષ્ણાના ક્ષય.
આત્મસ્વરૂપના અવલખન સિવાય તૃષ્ણાના ક્ષય થતા નથી. × જ્યારે સમભાવનેા પરિપાક થઇ જાય છે ત્યારે વિષયામાં થતી ષ્ટાનિસ્તાનું જ્ઞાન નાશ પામી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org