Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 15
________________ બાર ૮. સમતાની પરાકાષ્ઠા અને સામર્થ્યોગ. એક આત્મા નિત્ય છે અને તે બીજા આત્માઓથી સદા ભિન્ન તે છે જ પણ તે પિતાના જ્ઞાનાદિ ગુણોથી પણ અભિન્ન છે, કૂટસ્થ છે. આવા સ્વરૂપે થતા આત્મા અંગેના ચિતનથી જેનું મન આ મસ્મરણતાવાળું બન્યું હોય તેની સમતા સાચેજ પરાકાષ્ટાને પામેલી છે. શાસ્ત્રની પ્રવૃત્તિ તે માત્ર દિશાસૂચન કરી દે, આંગળી ચીંધીને રસ્તો બતાવી દે. તેથી આગળ તે ન વધે, પછી સિદ્ધિપદ તે સમતાને સ્વાનુભવરૂપ સામગ જ પ્રાપ્ત કરી આપે. ૯. મન:શુદ્ધિ- એ જ સામ્યવસ્થા. સામ્યવસ્થા જ વાસ્તવિક રીતે મન શુદ્ધિ છે. સામાયિકને પણ આ અર્થ છે. સાધુજીવન એક પ્રકારનું સામાયિક જ છે. તે પણ તેમાં સામ્યની વિશેષ સાધનાની અપેક્ષા રહે છે. આ કારણે ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી કહે છે કે નુત્ત રાખ્યમુપૈતિ ચોf” યોગીજન (શ્રમણ-સાધુ) વિશેષ સામ્યને અનુભવ કરે છે. ૧૦. માનસિક સમાધિ. વિષમતાના અનેક હેતુ છે. સુખ-દુઃખ, માનાપમાન, સંગ-વિયેગ વગેરે વગેરે. જ્યાં સુધી આ પ્રમાણે દ્વન્દ્રના માપદંડ રખાય ત્યાં સુધી જાત જાતના નાનામોટા વિગ્રહ થવાના જ. આ માપદંડ બદલાય ત્યારે માનસિક સમાધિ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120