Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૧. સમતા-પુરુષાર્થનું પ્રતીક
ચષ્ટિનું સ્વરૂપ શ્રદ્ધાત્મક છે. લાભ-અલાભ, સુખ-દુઃખ, માન-અપમાન, જીવન-મૃત્યુ વગેરે વિરોધી દ્વો જીવનમાં આપણું સામે ખડા થાય છે, તેથીજ યેગીઓને તે દ્વોમાં સમવૃત્તિ રાખવાને ઉપદેશ કરવામાં આવે છે. લાભમાં હર્ષ કે અલાભમાં ખેદ વિષમતાનું પ્રતીક છે. સમતા આત્માનંદ છે. આને અર્થ એ નથી કે સમતા રાખવાથી મનુષ્ય પ્રવૃત્તિ શૂન્ય થઈ જાય છે. સમતા તે પુરુષાર્થની પ્રતીક છે. બાહ્યનિવૃત્તિને અર્થ છે અન્ત પ્રવૃત્તિ. ૧૨. સમતા અને સમતાલ શ્વાસ,
સાધારણ રીતે એવી માન્યતા છે કે મન ચંચલ છે. તેમાં વિક્ષેપ થાય છે, તેમાં અશુદ્ધિ ભરાઈ જાય છે. પણ વિક્ષેપ
ત્યાં થાય છે કે જ્યાં ઈન્દ્રિય, મન અને પવનની વિષમતા હોય છે. તેની સમતા થાય તે વિક્ષેપ તેની મેળે શમી જાય છે. સમતાની સ્થાપનાનો માધ્યમ સમતાલ શ્વાસ પણ છે. જેટલી માત્રામાં એક શ્વાસ લેવાય તેટલી માત્રામાં બીજો અને ત્રીજો શ્વાસ લેવાય તે તે સમતાલ શ્વાસ છે. સમસ્વર અને સમલયમાં તન્મયતાની સાથે શક્તિ પણ વિકસિત થાય છે.* અજપાજપ તેનું સાધન છે.
+ બૌદ્ધ સંપ્રદાય જેને આના પાનસતિ કહે છે, તે અજપા સાધનનું એક અંગ જણાય છે. તેને શ્રી બુદ્ધ અંતરંગ ભક્તોમાં પ્રચાર કર્યો હતે.
– ભારતીય સંસ્કૃતિ ઔર સાધના, પ્રથમ ખંડ. પૃ. ૩૪ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org