________________
૧૧
ઉત્તરાધ્યયનની સંવાદ કથાઓના કેટલાક શ્લોકો બહુ ઉપયોગી હોવાથી અહીં લીધા છે અને તેવા સ્થળે માતા, પિતા, ભાઈ, પતિ, પત્ની, મુનિ, રાજા, ત્યાગી એ સંબોધનથી ઉચ્ચારાયેલા પદોને અહીં પ્રાસ્તાવિક રૂપે સ્થાન આપ્યું છે. જેમ કે : “gવં તાત વિદાય ! મહામુખી' ઇત્યાદિ હોવાથી તે તે સંબોધનો બાદ કર્યા છે અથવા શક્ય હોય ત્યાં તે કથનને ત્રીજા પુરુષમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે.
આ પુસ્તિકામાં તે તે પદ્યાનું મૂળ પ્રાકૃત ગુજરાતી શ્લોકાનુવાદ અને તેનો ભાવાર્થ એમ ત્રણ અંગો જ આપવામાં આવ્યાં છે. આ પુસ્તક પરત્વે જિજ્ઞાસુઓને કેવી અભિરુચિ પ્રગટે છે તેનું નિરીક્ષણ કરી આ પુસ્તકને ભવિષ્યમાં વિસ્તૃત સ્વરૂપ આપવાનું દૃષ્ટિબિંદુ કાયમ રાખી હાલ તો આ સ્વરૂપે જ તેને પ્રગટ કરવામાં આવે છે. સહાયકો :
જે જે જિજ્ઞાસુઓએ મને આ પુસ્તક માટે પ્રેરણાનાં પીયૂષ પાયાં છે તે સૌનો હું આભારી છું. જો તેઓની પ્રેરણા ન હોત અને મારા પૂજય ગુરુદેવનો સક્રિય ફાળો ન હોત તો હું આ પુસ્તકના પ્રકાશનને આટલો તાત્કાલિક ન્યાય ન જ આપી શકત.
અંતમાં જે બન્ને ભાઈઓ સાથે રહી રસપૂર્વક કાર્ય કરી રહ્યા છે તે તથા આ સંસ્થાના ઇતર સભ્યોનો પણ પ્રસ્તુત પુસ્તકમાં સારો ફાળો છે એમ પણ અહીં કહ્યા વગર રહી શકાતું નથી.
સંતબાલ
સ્વાતંત્ર્યદિન, તા. ૨૬-૧-૩પ સુરત