Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 73
________________ ૨૪ સાધક સહચરી સ્વ જેવા સર્વ જીવોને દેખે સમાન દૃષ્ટિથી; પાપ પ્રવાહ રોકીને દાન્ત પાપ ન બાંધશે. ૧૧ સર્વ પ્રાણીઓને પોતાના આત્મા સમાન જાણીને વર્તનાર તથા પ્રાણી માત્ર પર સમદષ્ટિથી જોનાર અને તેવા પાપના આસ્ત્રવો (આગમનો)ને રોકનાર તથા દમિતેન્દ્રિય તે સંયમીને પાપકર્મનો બંધ થતો નથી. દશ. ૪ : ૯ जयं चरे जयं चिढ़े, जयमासे जयं सए । जयं भुंजन्तो भासन्तो, पावकम्मं न बंधइ ॥१२॥ ચાલતાં, બોલતાં, ખાતાં, સૂતાં કે બેસતાં વળી; જાગૃતિ વર્તતી જેની તેને પાપ ન પીડશે. ૧૨ ઉપયોગપૂર્વક ચાલવું, ઉપયોગપૂર્વક ઊભા રહેવું, ઉપયોગપૂર્વક બેસવું, ઉપયોગપૂર્વક સૂવું, ઉપયોગપૂર્વક ભોજન કરવું અને ઉપયોગપૂર્વક બોલવું. આવી રીતે જે વર્તે છે તેને પાપો બંધન કરતાં નથી.* દશ. ૪ : ૮ * ઉપયોગ એટલે સાવધાની - જાગૃતિ કે વિવેક.

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120