Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 114
________________ શિક્ષા વર્ગ વહી જે જાય છે રાત્રિ તે પાછી ફરતી નથી; અધર્મ કરનારાની જાયે નિષ્ફળ રાત્રિઓ. ૬ જે જે રાત્રિદિવસ જાય છે તે પાછાં ફરતાં નથી. આવા ટૂંક કાળના જીવનમાં પણ અધર્મ કરનારનો સમય નિષ્ફળ ચાલ્યો જાય છે. ૩. ૧૪ : ૨૪ ૬૫ कुसग्गे जह ओसबिन्दुए, थोवं चिट्ठड़ लम्बमाणए । एवं मणुयाण जीवियं, समयं गोयम मा पमाय ॥ ७ ॥ કુશાગ્રે ઓસનું બિંદુ સ્વલ્પ કાળ ટકી રહે; જીવન તેવું મનુષ્યોનું ક્ષણે પ્રમાદ ના કરે. ૭ દાભડાના અગ્ર ભાગ પર અવલંબી રહેલું ઝાકળનું બિંદુ જેમ થોડી વાર જ રહી શકે છે તે જ પ્રકારે મનુષ્યોના જીવનનું સમજી સમય માત્રનો પ્રમાદ ન કરો. ૩. ૧૦ : ૨ सुवण्णरूवस्स उ पव्वया भवे सिया हु आगाससमा अणन्तया । नरस्स लुघ्यस्स न तेहि किंची इच्छा हु आगाससमा अणन्तया ॥ ८ ॥ ઢગ સુવર્ણ રૂપાના હો કૈલાસ સમા ભલે; ન છીપે લુબ્ધની તૃષ્ણા નભ જેવી અનંત જે. ૮ કૈલાસ પર્વત જેવડા, સોના અને રૂપાના અસંખ્ય પર્વતો કદાચ આપવામાં આવે તો પણ એક લોભીને માટે તે પૂરતા નથી કારણ કે તૃષ્ણા ખરેખર આકાશ જેવી અનંત છે, તૃષ્ણાનો પાર પમાતો જ નથી. એક પુરાઈ ન પુરાઈ ત્યાં બીજી અનેક જાગે છે. ઉ. ૯ : ૪૮

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120