Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 116
________________ શિક્ષા વર્ગ (વૈરાગ્યવૃત્તિ કેમ જાગે ?) મનુષ્યજીવનનું આયુષ્ય બહુ ટૂંકું છે માટે જ પ્રાપ્ત થયેલું જીવિત પણ અનિત્ય છે. માત્ર આત્મસંસિદ્ધિ (વિકાસ)નો માર્ગ જ નિત્ય છે અને તેથી નિત્યતાને શોધતો સાધક આમ વિચારીને તરત જ ભોગથી નિવૃત્ત બને. દશ. ૮ : ૩૪ जहा किम्पागफलाण, परिणामो न सुन्दरो । एवं भुत्ताण भोगाणं, परिणामो न सुन्दरो ॥ १२ ॥ ફળો કિંપાકનાં મીઠાં, પરિણામે ન સુંદર; ભોગવ્યા ભોગનું તેમ, પરિણામ ન સુંદર. ૧૨ વળી તે ચિતવે કે જેમ કિંપાક ફળ મીઠાં લાગે છે પણ તેનું પરિણામ સુંદર નથી તેમ ભોગવેલા ભોગોનું પરિણામ સુંદર નથી. ઉ. ૧૯ : ૧૭ उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पइ । भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चइ ॥१३ ।। છે કર્મ લેપ ભોગોમાં, લેપાયે ન અભીગી કો'; ભોગી ભમે ભવાબ્ધિમાં, અભોગી મુક્ત થાય છે. ૧૩ કામભોગોથી કર્મબંધન થઈ જીવાત્મા મલિન થાય છે પણ ભોગરહિત જીવાત્મા શુદ્ધ થઈ કર્મથી લેવાતો નથી. ભોગી સંસારમાં ભમે છે અને ભોગમુક્ત સંસારથી મુક્ત થાય છે. સારાંશ કે ભોગીને જ બંધન છે અને અભોગીને બંધન હોતાં નથી. ઉ. ૨૫ : ૪૧

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120