Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 115
________________ સાધક સહચરી मणो साहसिओ भीमो, दुट्ठस्सो परिघावइ । तं सम्मं तु निगिण्हामि, धम्मसिक्खआइ कन्थगं ॥९॥ સાહસિક અને ભીમ દુષ્ટ ઘોડા સમું મન; દોડે તે વશ્ય થાય છે ધર્મ શિક્ષા લગામથી. ૯ મન એ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડા જેવું છે. સંસારના વિવિધ વિષયો તરફ આમતેમ દોડી રહ્યું છે. પરંતુ તેવું ચંચલ મન પણ ધર્મશિક્ષારૂપી લગામ વડે (જાતિમાન ઘોડાની માફક) અવશ્ય વશ થઈ શકે છે. ઉ. ૨૩ : ૫૮ सव्वं विलवियं गीयं, सव्वं नर्से विडम्बियं । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ॥१०॥ સર્વ ગીતો વિલાપો છે, સર્વ નૃત્યો વિટંબના; સર્વ આભૂષણો બોજો, કામના સૌ દુઃખાવહ. ૧૦ બધાં સંગીત તે એક પ્રકારના વિલાપ સરખાં છે, સર્વ પ્રકારનાં નૃત્ય કે નાટક એ વિટંબના રૂપ છે, બધા અલંકારો તો બોજારૂપ છે, અને બધા કામભોગો એકાંત દુઃખને જ આપનારા છે. ઉ. ૧૩ : ૧૬ નોંધ : વૈરાગ્ય ભાવનાવાળા સાધકની ભાવના ઉપરના શ્લોકમાં વ્યક્ત કરી છે. આત્માના આનંદ આગળ તેને અન્ય પદાર્થો ભોગવવા છતાં તુચ્છ જેવા લાગે છે. अधुवं जीविअं नच्चा, सिद्धिमग्गं विआणिआ। विणिअट्ठिज्ज भोगेसु, आउं परिमिअमप्पणो ॥ ११ ॥ જે જાણે ધ્રુવ આત્માને, જાણે અધુવ જીવન; આયુને અલ્પ માને છે, નિવૃત્ત ભોગથી બને. ૧૧

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120