Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 113
________________ ૬૪ સાધક સહચરી માટે જ્યાં સુધી ઘડપણ આવ્યું નથી; જ્યાં સુધી રોગનો ઉપદ્રવ થયો નથી; જયાં સુધી બધી ઇંદ્રિયો તથા અંગ ક્ષીણ થયાં નથી ત્યાં સુધી મનુષ્યે અવશ્ય ધર્મને આચરવો જોઈએ. દેશ. ૮ : ૩૬ संबुज्झह किं न बुज्झह, संबोही खलु पेच्च दुल्लहा । हु उवणमंत राइओ नो सुलभं पुणरवि जीवियं ॥ ४ ॥ જનો જાગો, ન જાગ્યા તો પછી સદ્બોધ દુર્લભ; વીત્યો કાળ નહીં આવે પુનઃ નૃદેહ દુર્લભ. ૪ હે લોકો ! બોધ પામો જાગૃત થાઓ ! શા માટે જાગતા નથી ? આવો સદ્બોધ બીજા જન્મમાં પછી ખરેખર દુર્લભ છે. જે સમય પસાર થાય છે તે પાછો ફરીને આવતો નથી અને આવું દુષ્પ્રાપ્ય મનુષ્યજીવન પણ પછી સુલભ નથી. સૂર્ય. ૨. ૩. ૧ : ૧ लद्धूण वि माणुसत्तणं, आरिअत्तं पुणरवि दुल्लहं । बहवे दसुया मिलक्खुया, समयं गोयम मा पमायए ।। ५ ।। માનવી દેહની પ્રાપ્તિ દુર્લભ આર્યતા વળી; ઘણા મ્લેચ્છો ભમે મૂઢ માટે પ્રમાદ ના કરો. ૫ મનુષ્યભવ પામીને ઘણા જીવો ચોર અને મ્લેચ્છ ભૂમિમાં ઉત્પન્ન થાય છે. તેથી આર્યભાવ (આર્યભૂમિનું વાતાવરણ) પામવો તે પણ દુર્લભ છે, માટે સમય માત્રનો પ્રમાદ ન કરો. ૩. ૧૦ : ૧૬ जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अफला जन्ति राइओ ॥ ६ ॥

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120