Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 111
________________ સાધક સહચરી ક્રોધ, માન, હિંસા, અસત્ય, અદત્ત અને પરિગ્રહ વગેરે દોષો જેનામાં છે તે વિદ્વાન કે જન્મથી બ્રાહ્મણ હોય તોયે શું ? પરંતુ તે કંઈ આદર્શ બ્રાહ્મણો કહી શકાય નહિ. ઉ. ૧૨ : ૧૪ न वि मुण्डिएण समणो, न ओंकारेण बम्भणो । न मुणी रणवासेणं, कुसचीरेण न तावसो ॥७॥ ન સાધુ કેશ ગૂંટ્યથી ન % ઉચ્ચારથી દ્વિજ; ન મુનિ વનવાસેથી કલોથી ન તાપસ. ૭ समयाए समणो होइ, बम्भचेरेण बम्भणो । नाणेण य मुणी होई, तवेण होइ तावसो ॥ ८ ॥ સમતાથી અને સાધુ બ્રાહ્મણ બ્રહ્મચર્યથી; તપસ્વી તપથી થાયે જ્ઞાનથી મુનિપુંગવ. ૮ મસ્તક મુંડન કરવાથી સાધુ થવાતું નથી, ૐકારના ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાતું નથી, તેમ અરણ્યવાસથી મુનિ કે ભગવાં વસ્ત્ર પહેરવાથી તાપસ પણ થવાતું નથી. પરંતુ સમભાવથી સાધુ થવાય છે, બ્રહ્મચર્ય પાલનથી બ્રાહ્મણ થવાય છે અને જ્ઞાન હોય તે મુનિ અને તપસ્વી હોય તે જ તાપસ કહેવાય છે. ઉ. ૨૫. ૩૧ : ૩૨

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120