Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 92
________________ ૯ : કર્મ વર્ગ कम्मसंगेहिं सम्मूढा, दुक्खिया बहुवेयणा । अमाणुसासु जोणिसु, विणिहम्मन्ति पाणिणो ॥ १ ॥ કર્મ પાશે કરી મૂઢ અત્યંત દુઃખ વેઠતા; એવા જીવો હણાય છે અમાનુષાદિ યોનિમાં. ૧ કર્મના પાશથી જકડાયેલા અને તેથી મૂઢ બનેલા જીવો અમાનુષી (નરક કે તિર્યંચ) યોનિમાં જઈ ત્યાં દુ:ખનું વેદન કરીને હણાય છે. ૩. ૩: ૬ एगया देवलोएसु, नरएसु वि एगया । एगया आसुरं कायं, अहाकम्मेहि गच्छइ ॥ २ ॥ એકદા દેવલોકોમાં નરકોમાંય એકદા; એકદા આસુરી કાયા પામે જીવ સ્વકર્મથી. ૨ જેવા પ્રકારનાં કર્મો હોય તેવી રીતે તે જીવો પોતાનાં જ શુભાશુભ કર્મથી કદાચિત્ દેવલોકમાં, ક્વચિત્ નરક યોનિમાં અને ક્વચિત્ આસુરી યોનિમાં ગમન કરે છે. ઉ. ૩ : ૩ कम्माणं तु पहाणार, आणुपुवीं कयाइउ । जीवा सोहिमणुप्पत्ता, आययंति मणुस्सयं ॥ ३ ॥ કર્મનાં પડળો કાપે ભોગવે ક્રમથી પુનઃ, ત્યારે તે શુદ્ધિને પામી પામે માનવ દેહને. ૩ જ્યારે તે કર્મોને ભોગવી લે છે ત્યારે તેનાં ગાઢ કર્મોનો ક્રમિક નાશ થાય છે અને ત્યારે શુદ્ધિને પામેલા તે જીવો અનુક્રમે જ મનુષ્યદેહને પ્રાપ્ત કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120