Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 102
________________ ૧૧ : વૈરી વર્ગ रागो य दोसोवि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वदन्ति । कम्मं च जाइमरणस्स मूलं, दुक्खं च जाइमरणं वयन्ति ॥ १ ॥ રાગ ને દ્વેષ કર્મોનાં બીજ છે કર્મ મોહનું; જન્મ મૃત્યુ રૂપી દુઃખ તેનુંયે મૂળ કર્મ છે. ૧ રાગ અને દ્વેષ એ બન્ને કર્મનાં બીજરૂપ છે. કર્મ એ મોહથી ઉત્પન્ન થાય છે અને કર્મ જ જન્મમરણનું મૂળ છે. જન્મમરણ એ દુઃખ ઉત્પન્ન થવાનો હેતુ છે (સારાંશ કે બધા દુઃખનું મૂળ રાગ અને દ્વેષ જ છે.) એમ જ્ઞાની પુરુષો કહે છે. ઉ. ૩૨ : ૭ रागदोसे य दो पावे, पावकम्मपवत्तणे । जे भिक्खू रुंभइ निच्चं, से न इच्छइ मण्डले ॥ २ ॥ રાગ ને દ્વેષ બે પાપી પાપકર્મ પ્રવર્તકો; તે સદા ભિક્ષુ કે જે ન ભમે ભવચક્રમાં. ૨ પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવનાર એવાં બે પાપો રાગ અને છે. જે ભિક્ષુ તે બન્નેને રોકે છે તે આ સંસારમાં પરિભ્રમણ કરતો નથી. ઉ. ૩૧ : ૩ जहा य अण्डप्पभवा बलागा, अण्डं बलागप्पभवं जहा य । एमेव मोहाययणं खु तण्हा, मोहं च तण्हाययणं वयन्ति ॥ ३ ॥ ખગને પ્રસવે ઈડું, ઈડાને પ્રસવે ખગ; તેમ મોહ થકી તૃષ્ણા તૃષ્ણાથી મોહ જન્મતો. ૩ જેમ ઇંડામાંથી પક્ષી અને પક્ષીમાંથી ઇંડું એમ પરસ્પર કાર્યકારણભાવ છે, તે જ પ્રમાણે મોહમાંથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120