Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 108
________________ પાપશ્રમણ વર્ગ પ૯ એ બન્ને ધર્મથી ભ્રષ્ટ થઈ પૃથ્વી પર પડેલા દેવેન્દ્રની માફક ખૂબ પશ્ચાતાપ કરે છે. દશ. યૂ. ૧ : ૨ जया य चयइ धम्मं, अणज्जो भोगकारणा। से तत्थ मुच्छिए बाले, आयइं नावबुज्झइ ॥ १० ॥ અનાર્ય ભિક્ષુકો જ્યારે ભોગાથે ધર્મને ત્યજે; ત્યારે તે બાલવત્ મૂર્ખ ન જાણતો ભવિષ્યને. ૧૦ અથવા જયારે કોઈ અનાર્ય ભિક્ષુ; ભોગની વાસનાને તૃપ્ત કરવા માટે પોતાના ચિરસંચિત સંયમ ધર્મને તજી દે છે ત્યારે ભોગમાં આસક્ત થયેલો તે અજ્ઞાની ભવિષ્યકાળનો લેશમાત્ર વિચાર કરી શકતો નથી. દશ. ચૂ. ૧ : ૧ पुत्तदारपरिकिण्णो, मोहसंताणसंतओ। पंकोसन्नो जहा नागो, स पच्छा परितप्पइ ॥११॥ ઘેરાઈ પુત્ર દારાથી ફસે જે મોહ જાળમાં; પકમાં નાગની પેઠે પુનઃ પસ્તાય છે પછી. ૧૧ પણ ત્યાગાશ્રમને છોડી ગૃહસ્થજીવનમાં ગયેલો તે ભિક્ષુ જ્યારે સ્ત્રી, પુત્ર અને કચ્ચાં બચ્ચાંના પરિવારથી વિંટાઈને મોહનીય કર્મની પરંપરાથી તેમાં જ ગુંચાઈ જાય છે ત્યારે તે કાદવમાં ખુચેલા હાથીની માફક ને નીર નો તીરું - ન પાણી કે ન કાંઠો એમ બન્ને સ્થિતિની વચ્ચે રહી ખેદ કર્યા કરે છે. દશ. ચૂ. ૧ : ૮

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120