Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 98
________________ કર્મ વર્ગ ४८ બને છે ભોગથી રોગી ત્યારે કલ્પાંત તે કરે; દેખી ફળ સ્વકનાં બીએ છે પરલોકથી. ૭ (જે જીવાત્મા ઉત્તમ એવા નરદેહને પામી આત્મસત્ત્વ બુદ્ધિ અને સાધનોનો દુરૂપયોગ કરે છે તેના દુર્ગુણો અને પરિણામનું આ વર્ણન છે.) જે માનવ હિંસક, જૂઠો, માયાવી, ચાડિયો, શઠ અને મૂર્ખ બની રામા અને ધનમાં રક્ત રહે છે અને તેમાં જ આનંદ છે એમ મોહથી માની બેસે છે, તે કાયાથી અને વચનથી મદોન્મત થયેલો જીવાત્મા અણસિયું માટીને જેમ બે પ્રકારે ભેગી કરે છે તેમ બે પ્રકારે કર્મરૂપ મળને એકઠો કરે છે. ત્યારબાદ પરિણામે જ્યારે રોગથી પીડાય છે ત્યારે ખૂબ કલ્પાંત કરે છે અને પોતાનાં કરેલાં દુષ્કર્મોનાં ફળોને સંભારીને હવે પરલોકથી પણ અધિક બીવા માંડે છે. ઉ. ૫ : ૯, ૧૦, ૧૧ तेणे जहा संधिमुहे गहीए, सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच्च इहं च लोए, कडाण कम्माण न मुक्ख अत्थि ॥८॥ ઝલાયો ચોર ચોરતાં પામે દુઃખ સ્વકર્મથી; તેમ કર્મ તણી મુક્તિ ન થાયે ભોગવ્યા વિના. ૮ ચોરી કરતાં પકડાયેલો પાપકર્મ કરનાર ચોર જેમ પોતાના કૃત્યથી પીડાય છે તેમ જીવો અહીં અને પરલોકમાં આવી રીતે પોતાના કર્મ વડે જ પીડા પામે છે; કારણ કે કરાયેલાં કર્મોની ભોગવ્યા વિના મુક્તિ નથી. ઉ. ૪ : ૩

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120