Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 89
________________ ૩૬ સાધક સહચરી શૃંગાર ચિત્ર ભીંતોના તથા સૌંદર્ય સ્ત્રીતણું; વિકારી દૃષ્ટિથી કો દી બ્રહ્મચારી જુએ નહિ. ૬ બ્રહ્મચારી સાધક શ્રૃંગારના ચિત્રવાળી દીવાલને કે સ્ત્રીના સૌંદર્યને વિકારી દૃષ્ટિથી જુએ નહિ. દશ. ૮ : ૨૫ अंग पच्चंग संठाणं, चारुल्लावअपेहि । इत्थीणं तं न निज्झाए, कामराग विवड्डणं ॥७॥ સ્ત્રીઓનાં અંગ પ્રત્યંગ ચારુણ, નિરીક્ષણ ન દેખે ચિંતવે સાધુ કામ રાગ વિવર્ધક. ૭ સ્ત્રીઓનાં અંગપ્રત્યંગ, આકાર, મીઠાં વેણ અને સૌમ્ય નિરીક્ષણો (કટાક્ષો) કે કામરાગ (મનોવિકાર)ને વધારવાનાં જ નિમિત્તરૂપ છે. માટે શાણો સાધક તેને ન જુએ કે ન તેનું ચિંતન દશ. ૮ : ૫૮ कूइयं रुइयं गीयं, हसियं थणिय कन्दियं । बम्भचेररओ थीणं, सोयगिज्ज्ञं विवज्जए ॥८॥ સ્ત્રીનાં સ્વનિત ને ગીત હાસ્ય, ક્રન્દન, કૂજિત; આંખ કે કાનથી તેને બ્રહ્મચારી ન ભોગવે. ૮ બ્રહ્મચારી સાધક સ્ત્રીના કોયલ જેવા શબ્દો, ગીત, પ્રેમીના વિરહથી થતા કન્દન તેમજ શ્રૃંગારોત્પાદક સ્નેહાળ વચનો પર ન લક્ષ આપે કિંવા કાનથી પણ ન સાંભળે. ઉ. ૧૬ : ૫ કરે.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120