Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 86
________________ ૩૩ વ્રતવિચાર વર્ગ ઉપવાસ, ઉણોદરી, સુધાથી અલ્પ ખાવું, વૃત્તિસંક્ષેપ (પોતાની જરૂરિયાતો ઘટાડવી), રસપરિત્યાગ, કાયકલેશાદિ આસનો અને એકાંતવૃત્તિનું સેવન એમ છ પ્રકારનું બાહ્ય તપ હોય છે. ઉ. ૩૦ : ૮ एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पण्डिओ ॥१९॥ આંતરિક તથા બાહ્ય આચરે તપ જે મુનિ; વિવેકી શીધ્ર તે સાધુ કર્મથી મુક્ત થાય છે. ૧૯ એ પ્રમાણે બે પ્રકારનાં તપ પૈકી જે મુનિ યથાર્થ સમજીને તેને વિવેકપૂર્વક આચરે છે તે પંડિત સાધક કર્મબંધનથી જલદી છૂટી શકે છે. ઉ. ૩૦ : ૩૭ तवनारायजुत्तेण, भित्तुण कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चइ ॥२०॥ તપના બાણથી વીંધે જે સાધુ કર્મકંચુકી; તે સાધુ બંધનો કાપી સર્વથા મુક્ત થાય છે. ૨૦ તપશ્ચર્યારૂપ બાણોથી યુક્ત તેવો જ મુનિ કર્મરૂપ બન્નરને ભેદી વિસંગ્રામમાં વિજય પામે છે અને સંસારરૂપ બંધનથી પણ શીધ્ર તે સર્વથા મુક્ત થાય છે. ઉ. ૯ : ૨૨

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120