Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 85
________________ ૪૦ સાધક સહચરી પ્રાપ્ત થવા છતાં તેને શુભ ભાવનાઓથી પ્રેરાઈ પોતાથી અળગા કરી ત્યાગી દે છે તે જ આદર્શ ત્યાગી કહેવાય છે. દશ. ૨ : ૨, ૩ कामाणुगिद्धिप्पभवं खु दुक्खं, सव्वस्स लोगस्स सदेवगस्स । जंकाइयं माणसियं च किंचि, तस्सन्तगं गच्छइ वीयरागो ॥७॥ પશુ, નર તથા દેવી લોકમાં દુઃખ જે સહે; તે જમ્મુ કામ તૃષ્ણાથી તે આસક્તિ તજે મુનિ. ૭ દેવલોક સુધીના સમગ્ર લોકમાં જે કાંઈ શારીરિક અને માનસિક દુઃખ છે તે બધું ખરેખર કામભોગોની આસક્તિથી જ ઉત્પન્ન થયેલું છે, તેથી મુનિ તેનો ત્યાગ કરે. ઉ. ૩૨ : ૧૯ जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ण य पुष्पं किलामेइ, सो य पीणेइ अप्पयं ।। ८ ।। વૃક્ષ-પુષ્પો વિષે જેમ પીએ છે ભમરો રસ; પુષ્પને કષ્ટ ના આપે પોતાને પોષવા છતાં. ૮ एमए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ॥ ९ ॥ તેમ તપસ્વી ને ત્યાગી સાધુઓ લોકને વિષે, દત્તભિક્ષા ગવેષીને ભમરા જેમ નિર્વહે. ૯ જેમ ભમરો વૃક્ષોનાં ફૂલોમાંથી મધ ચૂસે છે ત્યારે તે ફૂલોને ઇજા પહોંચાડ્યા વિના પોતાની જાતને પોષી શકે છે. તેમ જે સંસારના રાગબંધનથી (ગ્રંથીથી) રહિત એવા પવિત્ર

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120