Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 71
________________ ૨ ૨ સાધક સહચરી મનુષ્ય શરીર પામીને તે સત્યધર્મનું શ્રવણ દુર્લભ છે કે જે ધર્મને સાંભળવાથી જીવો તપશ્ચર્યા, ક્ષમા અને અહિંસાને પામે. ઉ. ૩ : ૮ लब्भन्ति विमला भोया, लब्भन्ति सुरसम्पया। लब्भन्ति पुत्तमित्तं च, एगो धम्मो न लब्भइ ॥ ६ ॥ મનોરમ્ય મળે ભોગો સંપત્તિ દેવની મળે; પુત્ર, મિત્રો મળે તોયે એક ધર્મ ન સાંપડે. ૬ જગતની સામાન્ય પ્રજા જે માટે તલસ્યા કરે છે તેવા મનોરમ્ય ભોગો મળવા એ સાવ સુલભ છે. દેવોની સંપત્તિ પામવી પણ કદાચ સુલભ થાય, પુત્ર, મિત્ર તથા પરિવારજન્ય સુખ પણ સાંપડે પરંતુ સદ્ધર્મને ઓળખવો અને આચરવો એ અતિ દુ:સાધ્ય, કઠિન અને દુર્લભ છે. પ્રાસ્તાવિક अद्धाणं जो महंतं तु, अपाहेओ पवज्जई । गच्छन्तो सो दुही होइ, छुहातण्हाए पीडिओ ॥७॥ પ્રવાસી અટવી માર્ગે જાય ભાતું લીધા વિના; જઈને થાય તે દુઃખી પીડા પામી સુધા થકી. ૭ एवं धम्मं अकाऊणं, जो गच्छइ परं भवं । गच्छन्तो सो दुही होई, बाहीरोगेहिं पीडिओ ॥८॥ આચર્યા વિણ સદ્ધર્મ જે જાયે પરલોકમાં; દુઃખી તે જઈને થાયે વ્યાધી-રોગથી પીડિત. ૮ જે મુસાફર અટવી જેવા લાંબા માર્ગમાં ભાતું લીધા વિના પ્રયાણ કરે છે, તે રસ્તે જતાં ક્ષુધા અને તૃષ્ણાથી ખૂબ પીડાય

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120