Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 70
________________ ૨ ૧ ઘર્મ માર્ગ પાંચ દોષોથી તથા રાત્રિભોજનથી વિરક્ત થયેલો જીવાત્મા જ સાચો ધર્મિષ્ઠ બને છે. ઉ. ૩૦ : ૨ एस धम्मे धुवे निच्चे, सासए जिणदेसिए । सिद्धा सिज्झन्ति चाणेण, सिज्झिस्सन्ति तहावरे ॥३॥ આ જ ધર્મ ખરો નિત્ય શાશ્વતો જિન વર્ણવે; મુક્તિ પામ્યા ઘણા એથી બીજાયે મુક્તિ પામશે. ૩ આ જ ધર્મ નિરંતર, સ્થિર અને નિત્ય છે. તે ધર્મનું પાલન કરી અનેક જીવાત્માઓ અંતિમ લક્ષ્ય પહોંચ્યા છે, પહોંચે છે અને પહોંચશે એમ તીર્થકર જ્ઞાની પુરુષોએ કહ્યું છે. ઉ. ૧૬ : ૧૭ सोहीउज्जुयभूयस्स, धम्मो सुद्धस्स चिट्ठइ। निव्वाणं परमं जाइ, घयसित्तिव्व पावए ॥ ४ ॥ સરળ શુદ્ધ છે જેનું ચિત્ત, ત્યાં ધર્મની સ્થિતિ; ઘી સિંચ્યા અગ્નિની પેઠે શુદ્ધ નિર્વાણ પામશે. ૪ સરળ આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં ધર્મ ટકી શકે છે તેમ જ ક્રમશ: તેવો જીવ ધીથી સિંચાયેલા અગ્નિની માફક શુદ્ધ થઈ શ્રેષ્ઠ મુક્તિને પામે છે. ઉ. ૩ : ૧ર माणुस्सं विग्गहं लछु, सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिवज्जन्ति, तवं खंतिमहिंसयं ॥५॥ મનુદેહ મળે તોયે ધર્મની કૃતિ દુર્લભ; જે ધર્મશ્રુતિથી પામે અહિંસા, તપ ને ક્ષમા. ૫

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120