Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 76
________________ ૫ ઃ વ્રતવિચાર વર્ગ मदविसयकसाया, निन्दा विगहा पंचमा भणिया। एए पंच पमाया, जीवे पाडन्ति संसारे ॥ १ ॥ વિષય, વિકથા, નિંદા, કષાય, મદ પાંચ એ; વૈરી રૂપ પ્રમાદો જે ભમાવે ભવચક્રમાં. ૧ અહંકાર, વિષય, ક્રોધાદિ, કષાયો, નિદ્રા અને પાંચમી વિકથા (જેથી પતન થાય તેવી કથા) આ પાંચે પ્રમાદો એકાંત ઝેરરૂપ છે અને જીવાત્માઓને સંસારમાં ધકેલી દે છે. પ્રકરણસંગ્રહ जोगं च समणधम्मम्मि, जुंजे अनलसो धुवं । जुत्तो असमणधम्मम्मि, अटुं लहइ अणुत्तरं ॥२॥ નિત્ય આળસને ત્યાગી મન વાણી તથા ક્રિયા; જે જોડે સાધુના ધર્મો તે યોગી મુક્તિ મેળવે. ૨ સાધક; આળસને સર્વથા ત્યાગી તથા મન, વચન અને કાયા એ ત્રણેની (એકાગ્રતા) એકવાક્યતા કરી તે યોગને નિશ્ચળરૂપે શ્રમણધર્મમાં સ્થાપે. શ્રમણધર્મમાં સર્વથા યુક્ત રહેલો યોગી પરમ અર્થ (મુક્તિ)ને પામે છે. દશ. ૮ : ૪૩ जइ मज्झ कारणा एए, हम्मन्ति सुबहू जीवा । न मे एयं तु निस्सेसं, परलोगे भविस्सई ॥ ३ ॥ પોતાના સ્વાર્થને કાજે હણાયે બહુ જંતુઓ; નથી કલ્યાણ તેમાં મેં પોતાનું કે પારકું. ૩

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120