Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 77
________________ ૨ ૮ સાધક સહચરી જો મારા જ કારણથી આવા અસંખ્ય નિર્દોષ જીવો હણાઈ જતા હોય તો તે વસ્તુ મારે માટે કે પરને માટે, આ લોક કે પરલોકમાં લેશમાત્ર કલ્યાણકારી નથી એમ સાધક ચિંતવે. ઉ. ૨૨ : ૧૯ तथिमं पढमं ठाणं, महावीरेण देसि । अहिंसा निउणा दिट्ठा, सव्वभूएसु संजमो ॥४॥ વ્રતોમાં સર્વથી શ્રેષ્ઠ અહિંસા વીર વર્ણવે; સર્વ જીવ દયા પાળો દયાનું મૂળ સંયમ. ૪ સંયમપૂર્વક વર્તવું તે જ ઉત્તમ પ્રકારની અહિંસા છે અને ભગવાન મહાવીરે તેને જ મહાવ્રતોમાં પ્રથમ સ્થાને દર્શાવેલી છે. તેવી શુદ્ધ અને વાસ્તવિક અહિંસાનું મૂળ સંયમ છે. દશ. ૬ : ૯ सव्वे जीवा वि इच्छंति, जीविडं न मरिज्जिउं । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥५॥ જીવવા ઇચ્છતાં પ્રાણી ન ઇચ્છે કોઈ મૃત્યુને; તેથી પ્રાણી તણી હિંસા ત્યજે નિગ્રંથ સાધકો. ૫ જગતના નાના કે મોટા સર્વ જીવો જીવનને ઇચ્છે છે. કોઈ પણ પ્રાણી મૃત્યુને ઇચ્છતું નથી. માટે જ એ ભયંકર પાપરૂપ) હિંસાને નિગ્રંથ સાધકો સર્વથા ત્યાગી દે. દશ. ૬ : ૨૧ जावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे णो विधायए ॥६॥ લોકમાં જેટલાં પ્રાણી સ્થાવર અથવા ત્રસ; જાણીને કે ન જાણીને હણાવે કે હણે નહિ. ૬

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120