Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 63
________________ ૧૪ સાધક સહચરી જેમ સડેલી કૂતરી સર્વસ્થળેથી અપમાન પામે છે. એમ શત્રુ જેવો વાચાળ અને દુરાચારી (સ્વછંદી) સર્વ સ્થળેથી તિરસ્કાર પામે છે. ઉ. ૧ : ૪ दवग्गिणां जहा रण्णे, डज्झमाणेसु जन्तुसु। अन्ने सत्ता पमोयन्ति, रागदोसवसं गया ॥ ३८ ॥ દવાગ્નિથી બળે જ્યારે વનમાં અન્ય જંતુઓ; મોજ માણે બીજાં પ્રાણી વશ્ય જે રાગદ્વેષને. ૩૮ एवमेव वयं मूढा कामभोगेसु मुच्छिया । डज्झमाणं न बुज्झामो, रागदोसग्गिणा जगं ॥ ३९ ॥ કામ ને ભોગમાં રક્ત મૂઢ તેવા જ માનવો; બળતું આ નથી જોતા રાગદ્વેષાગ્નિથી જગત. ૩૯ જેમ જંગલમાં દાવાગ્નિથી પશુઓ બળતાં હોય ત્યારે દાવાનળથી દૂર રહેલાં બીજાં પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈને આનંદ પામતાં હોય છે. પરંતુ પાછળથી તેઓની પણ તે જ ગતિ થાય છે. એ જ પ્રમાણે કામભોગોમાં લુબ્ધ થયેલા મૂઢ મનુષ્યો રાગ અને દ્વેષ રૂપ અગ્નિથી બળી રહેલા વિશ્વના આ સ્વરૂપને જાણી શકતા નથી. ઉ. ૧૪ : ૪૨, ૪૩ जे अ चंडे मिए थद्धे, दुव्वाई नियडी सढे । वुज्झइ से अविणीअप्पा, कटुं सोअगयं जहा ॥ ४० ॥ ગુમાની બાળ માયાવી દુર્વાદી ક્રોધી ને શઠ; ભવાબ્ધિમાં વહે તે તો કાષ્ઠ જેમ પ્રવાહમાં. ૪૦

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120