Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ ૧૩ --- સાધક વર્ગ પોતાની ભૂલ થઈ હોય તો તેનો તેવો ખુલાસો કરી દે. ઉ. ૧ : ૧૧ से जाणमजाणं वा, कट्ट आहम्मि पयं । संवरे खिप्पमप्पाणं, बीअं तं न समायरे ॥ ३५ ॥ થતાં અધર્મનું કર્મ જાણતાં કે અજાણતાં; પ્રાયશ્ચિત્ત થઈ શુદ્ધ બીજું પાપ કરે નહિ. ૩૫ જાણ્યું કે અજાણ્યે ધર્મિષ્ઠ સાધકને ન છાજે તેવું વર્તન થઈ ગયું હોય તો તે કરીને તેને ન છૂપાવતાં પ્રાયશ્ચિત્ત દ્વારા પોતાના આત્માને તુરત જ તે પાપથી મુક્ત કરે અને બીજી વાર તેવું ન આચરે. દશ. ૮ : ૩૧ अणायारं परक्कम्म, नेव गूहे न निण्हवे । सूईसया वियडभावे, असंसत्ते जिइंदिए ॥ ३६ ॥ ભૂલથી દોષને સેવી છૂપાવે ગુરુથી નહિ; શુદ્ધ હૃદય તે રાખે અનાસક્ત જિતેન્દ્રિય. ૩૬ જિતેન્દ્રિય, અનાસક્ત અને શુદ્ધ અંતઃકરણવાળો સાધક ભૂલથી અનાચાર (અયોગ્ય કાર્ય) સેવાઈ ગયો હોય તો તેને છાનો ન રાખે પરંતુ હિતૈષી ગુરુજનની સમક્ષ તેને પ્રગટ કરી તેનું પ્રાયશ્ચિત્ત લઈ લે અને હંમેશાં શુદ્ધ (નિષ્પાપી) થતો રહે. દશ. ૮ : ૩૨ जहा सुणी पूइकन्ती, निक्कसिज्जई सब्बसो। एवं दुस्सील पडिणीए, मुहरी निक्कसिज्जइ ॥३७ ॥ સડેલી કૂતરી જેમ તિરસ્કારાય સર્વથી; દુઃશીલ શત્રુ જેવા તે તેવી પામે તિરસ્કૃતિ. ૩૭

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120