Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 64
________________ સાધક વર્ગ ૧૫ જે ક્રોધી, અજ્ઞાની (મુખ), અહંકારી, સદા દુર વચનો બોલનાર, માયાવી અને ધૂર્ત હોય તે જીવાત્મા પાણીના પ્રબળ પ્રવાહમાં કાઇ તણાય તેમ આ સંસારના પ્રવાહમાં તણાતો રહે છે. દશ. ૯ : ઉ. ૨ : ૩ देवलोग समाणो अ, परिआओ महेसिणं । रयाणं अरयाणं च महानरयसारिसो ॥ ४१ ॥ દેવલોક સમી દીક્ષા લાગે મીઠી મહર્ષિને; સંયમ શક્તિ હીણાને મહા નરક સંદેશ. ૪૧ ત્યાગ એ ઉચ્ચ અંત:કરણવાળા મહાન પુરુષોને સ્વર્ગસમાન સુખદ લાગે છે પરંતુ તે જ ત્યાગ સ્વચ્છંદી અને અશક્ત સાધકને મહા નરક સમાન દુઃખદ લાગે છે. દશ. ચૂ. ૧ : ૧૦ कणकुण्डगं चइत्ताणं, विटुंभुंजइ सूयरे । एवं सीलं चइत्ताणं, दुस्सीले रमइ मिए ॥ ४२ ॥ ધાન્યની ટોપલી છોડી વિષ્ટાને ભૂંડ ખાય છે; તેમ સુશીલતા છોડી મૂઢ કુશીલમાં રમે. ૪૨ જેમ ભૂંડ સુંદર અનાજની ટોપલીને છોડી વિષ્ટા (જેવી હલકી ચીજોને ખાવું પસંદ કરે છે તેમ સ્વછંદી મૂર્ણ સદાચાર છોડી સ્વચ્છેદે વિચારવામાં જ આનંદ માને છે. ઉ. ૧ : ૫ अतट्टगुरुओ लुद्धो, बहुं पावं पकुव्वइ । दुत्तोसओ अ से होइ, निव्वाणं य न गच्छइ ॥ ४३ ॥ સ્વાર્થમાં રક્ત ને લુબ્ધ જે બહુ પાપને કરે; અસંતુષ્ટ સદા ભ્રાંત તે નિર્વાણ ન પામશે. ૪૩

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120