Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 67
________________ સાધક સહચરી अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दणं वणं ॥ ४ ॥ નંદનવન શો આત્મા કામધેનુ સમો પુનઃ; વૈતરણી નદી જેવો આત્મા આ કૂટશાલ્મલી. ૪ આ આત્મા પોતે જ વૈતરણી નદી અને કૂટશાલ્મલી વૃક્ષ જેવો દુઃખદાયી તથા કામદુધા ગાય અને નંદનવન સમાન સુખદાયી છે. ઉ. ૨૦ : ૨૬ अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो । अप्पा दन्तो सुही होइ, अस्सि लोए परत्थ य ॥५॥ દમવા યોગ્ય આત્મા છે આત્મા દુર્દમ્ય છે ખરે; દમો આત્મા સુખી થાવા લોકમાં પરલોકમાં. ૫ પોતાનો આત્મા જ દમવો જોઈએ, કારણ કે આત્મા એ જ દુર્દમ્ય છે. આત્મદમન કરવાથી આ લોક અને પરલોકમાં પણ સુખી થવાય છે. માટે સુખના ઈચ્છુકો સદા આત્મદમન કરે. ઉ. ૧ : ૧૫ वरं में अप्पा दन्तो, संजमेण तवेण य।। माहं परेहि दम्मंतो, बंधणेहि वहेहि य ॥६॥ સંયમ ને તપસ્યાથી આત્માને દમવો ભલો; દમાશે નહિ તો બીજાં વધ ને બંધનોથી તે. ૬ વળી તપ અને સંયમથી પોતાનો આત્માને દમવો એ જ ઉત્તમ છે. નહિ તો બીજાં (પરાધીનતાનાં) બંધનો કે મારાથી પોતે રખે દમાય ! (પરાધીનતાથી સહેલું પડતું સહજ કષ્ટ દુ:સાધ્ય

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120