Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ ૩૯ તે આ શ્લોકમાં સમજાવ્યું છે. आत्म नदी संयमतोयपूर्णा, सत्यावहा शीलतटा दयोर्मिः । तत्राभिषेकं कुरु पाण्डुपुत्र ! ___ न वारिणा शुध्यति चान्तरात्मा ॥ महाभारत. “આત્મા એ નદી છે. ત્યાં સંયમરૂપી જળ છે, સત્યરૂપી જળ આવવાનો માર્ગ છે, શીલરૂપી કાંઠાઓ છે, દયારૂપી ઊર્મિઓ છે. હે પાંડુપુત્ર ! ત્યાં સ્નાન કરો. જળથી કંઈ અંતરાત્માની શુદ્ધિ થઈ શકે નહિ.” આ પરથી જૈનદર્શનમાં જડક્રિયા અને રૂઢિઓનો કેટલો વિરોધ છે, અને તે ધર્મ તત્ત્વ કેવા સ્વરૂપમાં વિચારાયું છે તે સમજાશે. આ રીતે જૈનદર્શનનો આત્મા ઓળખવાની આ ક્રાન્તિ અને બુદ્ધિવાદના જમાનામાં કેટલી આવશ્યકતા છે તે હવે સ્પષ્ટ કરવાની ભાગ્યે જ જરૂર હોય ! કોઈપણ ધર્મ, દર્શન કે મતનો અનુયાયી હો, ગૃહસ્થ હો કે ત્યાગી હો; સૌ કોઈ સાધકને ભગવાન મહાવીરના પદ્ય પુષ્પોની માળારૂપ બનેલી આ સાધક સહચરી આદર્શ સહચરી રૂપે નીવડો એ જ સદ્દભાવના સાથે વિરમું છું. સંતબાલ વરસોવાના ગંભીર સમુદ્ર તટ પર ૨૮-૪-૧૯૩૫

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120