Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ સાધક સહચરી लूहवित्ती सुसंतुढे, अप्पिच्छे सुहरे सिआ। आसुरत्तं न गाच्छिज्जा, सुच्चा णं जिणसासणं ॥ ९ ॥ રૂક્ષવૃત્તિ, સુસંતુષ્ટ અલ્પષ્ણુ સંયમીજન; કરે ના તે કદી ક્રોધ જિન ધર્મે રતિ ધરી. ૯ જે સંયમી રૂક્ષવૃત્તિ (કઠણ વ્રતોનો પાલક), અલ્પ ઇચ્છાવાળો અને સંતોષી જીવન ગાળનાર જિનેશ્વરોના સૌમ્ય અને વિશ્વવલ્લભશાસનને (સાંભળીને) પ્રાપ્ત કરીને કદી પણ ક્રોધ ન કરે (તે જ આદર્શ જૈન કહેવાય છે.) દશ. ૮ : ૨૫ लज्जा दया संजम बंभचेरं, कल्लाणभागिस्स विसोहिठाणं ॥१०॥ બ્રહ્મચર્ય, દયા, લજ્જા ચોથે સ્થાને સુસંયમ; એ વિશુદ્ધિ તણાં સ્થાન છે આત્માર્થી મુમુક્ષુનાં. ૧૦ બ્રહ્મચર્ય, દયા, પાપભીરુતા અને સંયમ એ ચારે વિશુદ્ધિ સ્થાનો કલ્યાણના ઇચ્છુક મુમુક્ષુ સાધકને વિકાસમાર્ગમાં ઉપયોગી સહાયકો છે. દશ. ૯ ઉ. ૧ : ૧૩ निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो । समो य सव्वभूएसु, तसेसु थावरेसु य ॥ ११ ॥ નિર્મમ, નિરહંકારી, નિઃસંગી ત્યક્તગૌરવ; સમતા સર્વ જીવોમાં ધરે છે તે મહામુનિ. ૧૧ મમતા, અહંકાર, આસક્તિ અને ગર્વને છોડી ત્રસ તેમજ સ્થાવર જીવો પર પોતાના આત્મા સમાન વર્તાવ કરે તે મહામુનિ ઉ. ૧૯ : ૮૯

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120