Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ સાધક સહચરી एयं खु नाणिणो सारं; जं न हिंसइ किंचण । अहिंसं समयं चेव, एतावंतं वियाणिया ॥ ३ ॥ તે જ જ્ઞાનિજનો છે જે ન હણે કોઈ જીવને; અહિંસા સમતા એ બે જ્ઞાનીનાં ખાસ લક્ષણો. ૩ કોઈ જીવની લેશમાત્ર લાગણી ન દુભાવવી - હિંસા ન કરવી એ જ જ્ઞાની પુરુષના જીવનનો સાર હોય છે કારણ કે અહિંસા અને સમભાવ એ બે જ્ઞાનીનાં ખાસ લક્ષણો છે. સૂ. ૧ : ઉ. ૪ : ૧૦ तहेव हिंसं अलियं, चोज्जं अबम्भसेवणं । इच्छाकामं च लोभं च, सज्जओ परिवज्जए ॥ ४ ॥ હિંસા, અસત્ય ને ચોરી અબ્રહ્મચર્ય સેવન; ભોગલિપ્સા તથા લોભ સંયમી તે સદા તજે. ૪ તે જ પ્રમાણે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, અપ્રાપ્ત વસ્તુઓની ઇચ્છા અને મેળવેલાનો પરિગ્રહ એ પ્રમાણે આ પાંચ સ્થાનોને સંયમી છોડી દે. ૩. ૩૫ : ૩ सन्ति एहिं भिक्खुहिं, गारत्था संजमुत्तरा । गारत्थेहि य सव्वेहिं, साहवो संजमुत्तरा ॥ ५ ॥ સંયમી જે ગૃહસ્થો તે ઉત્તમ કોઈ ભિક્ષુથી; પણ સુસાધુનો ત્યાગ ગૃહસ્થોથી ચડે સદા. પ કોઈ સાધુઓ કરતાં કેટલાક ગૃહસ્થો અધિક સંયમી હોય છે. પરંતુ સાધુતાની અપેક્ષાએ તો બધા ગૃહસ્થો કરતાં સાધુઓનો ત્યાગ અધિક ઉત્તમ હોય છે. ૩. ૫ : ૨૦

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120