________________
સાધક વર્ગ
વાતો કરતો નથી, (૭) સર્વ સાથે મિત્રભાવે રહે છે, (૮) શાસ્ત્ર ભણીને અભિમાન કરતો નથી, (૯) તેમજ પાપની ઉપેક્ષા કરતો નથી, (૧૦) સૌને મિત્રો ગણી કોઈ પર કોપ કરતો નથી, (૧૧) અપ્રિય એવા મિત્રાનું એકાંતમાં પણ કલ્યાણકારી જ બોલે છે, (૧૨) કલહનો ત્યાગ કરનાર, (૧૩) જ્ઞાનયુક્ત, (૧૪) કુળવાન અને (૧૫) સંયમની લજજાવાળો તથા સંયમી હોય છે તે સુવિનીત સાધક કહેવાય છે.
ઉ. ૧૧ : ૧૦, ૧૧, ૧૨, ૧૩ सिंहं जहा खुड्डमिगा चरंता, दूरे चरंति परिसंकमाणा । एवं तु मेहावी समिक्ख धम्मं दूरेण पावं परिवज्जएज्जा ॥१८॥
હીને ભાગી જતાં દૂરે મૃગલાં જેમ સિંહથી; તેમ ધર્મિષ્ઠ મેધાવી સાધકો પાપથી ડરે. ૧૮ જેમ મૃગલાઓ ચરતાં ચરતાં સિંહની દૂરથી જ શંકા રાખતા ફર્યા કરે છે તે પ્રમાણે ધર્મિષ્ઠ અને બુદ્ધિમાન સાધક ધર્મ સામે દૃષ્ટિ રાખી પાપને દૂરથી જ ત્યાગે. સૂ. ૧૦ : ૨૦
खुहं पिवासं दुसिज्जं, सीउण्हं अरइं भयं । अहिआसे अव्वहिओ, देहदुक्खं महाफलं ॥ १९ ॥ ધર્મ કાજે ક્ષુધા, ઠંડી તૃષા તાપ તથા ભય;
સહે તે દુઃખને માની દેહદુઃખે મહાફળ. ૧૯ ભિક્ષુ સાધક, ભૂખ, તરસ, ઠંડી, ગરમી, અપ્રેમ ઉત્પન્ન કરે તેવો પ્રસંગ કે સિહ ઈત્યાદિ પશુ કિંવા માનવ તરફનો ભયપ્રસંગ ઈત્યાદિ જે કંઈ સંકટો ઉત્પન્ન થાય ત્યારે દેહનું દુઃખ તે તો મહાસુખનું નિમિત્ત છે. તેમ માની સર્વ સંકટને પ્રસન્ન ચિત્તથી સહન કરે છે.
દશ. ૮ : ૨૭