________________
૨૫
એટલે જયારે કર્મ કે માયાથી આત્મતત્ત્વ વિકૃતિ થાય છે ત્યારે તે પોતાના ચૈતન્યનો પોતાની મેળે જ વિકૃત ઉપયોગ કરવા માંડે છે; આથી તે વિકૃત કૃતિનું ફળ પણ તેને પોતાને જ ભોગવવું પડે છે. પરમાત્મા કે ઈશ્વરને તે કાયદાની વચ્ચે આવવાની આવશ્યકતા નથી અને ઈશ્વર પોતે નિષ્ણાંચી હોવાથી તેને પ્રપંચમાં આવવાનું કશું પ્રયોજન પણ હોતું નથી. ગીતાજી પણ તેની પુષ્ટિ કરે છે કે – न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति विभुः। न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ॥
- માવતા અર્થાત્ આ વિશ્વમાં કાર્યનો કે કર્મનો કર્તા ઈશ્વર નથી એટલું જ નહિ પરંતુ તે કર્મનું ફળ આપવામાં પણ ઈશ્વર સાક્ષીભૂત થતો નથી, માત્ર આ આખું જગત પોતપોતાની સ્વાભાવિક શક્તિથી જ વિકાસ પામી રહ્યું છે.
આ દૃષ્ટિબિંદુથી જૈનદર્શનમાં બહિશાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવી ચૈતન્યની ત્રણ સ્થિતિઓ વર્ણવેલી છે. તેનું સ્વરૂપ
જે ચૈતન્ય કર્મમળથી તદ્દન વિમુક્ત બને છે તે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા કહેવાય છે. જે પૂર્ણશુદ્ધિને પામવાના પંથે પડે છે અને જેનામાં કર્મપ્રકોપને સમજવાની શક્તિ પ્રાપ્ત થાય છે તેને અંતરાત્મા કહેવાય છે અને જે ચૈતન્યનો પ્રકાશ કર્ણાદિ આવરણોને લઈને રૂંધાઈ જાય છે અને કર્મવશાત્ જે પ્રેરાયે જાય છે તે તત્ત્વને બહિરાત્મા કહેવાય છે.