________________
કરી રહ્યાં ન હોય ! તેમ આગળ વધ્યે જતાં હતાં.
જેમ જેમ અનુકૂળતા મળતી ગઈ તેમ તેમ માત્રા ઉત્તરાધ્યયનનાં જ નહિ બલકે શ્રી સૂયગડાંગ અને શ્રી દશવૈકાલિકસૂત્રનાં પણ પદ્યોમાંથી લગભગ ૧૮૫ પદો ચૂંટી તેનું ૧૪ વિભાગોમાં વર્ગીકરણ કર્યું. જે વિભાગો અનુક્રમણિકામાં દર્શાવ્યા છે. નામની પસંદગી
સાધક સહચરી” નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે કે આ પુસ્તકમાં શ્રમણ અને ગૃહસ્થ બન્ને સાધકના જીવનવિકાસની ઉપયોગી સામગ્રી સંકલિત છે. - આખાયે જૈનતત્ત્વજ્ઞાનની શ્રેણી બે માર્ગમાં વિભક્ત છે : (૧) અણગારી એટલે શ્રમણમાર્ગ અને (૨) અગારી એટલે ગૃહસ્થાશ્રમ માર્ગ. અને તે બન્નેને કર્મમુક્તિ, આનંદ કે નિવણસ્થિતિ પામવાની એક સરખી અભિલાષા અને જિજ્ઞાસા છે તેમ પણ જૈનદર્શન માને છે. ફેર એટલો જ છે કે પ્રથમનો વર્ગ સંપૂર્ણ ત્યાગ આરાધી શકે તેવો સામર્થ્યવાન અને શુદ્ધ હોય છે જયારે બીજો વર્ગ મોહાદિ બંધનોને લઈને સર્વથા ત્યાગ ન પાળી શકવા છતાં સંયમ અને ત્યાગની અભિરુચિ ધરાવનારો તો અવશ્ય હોય છે. આથી વિશ્વવંદ્ય ભગવાન મહાવીરે તેમને શ્રમણોપાસક તરીકે અર્થાત્ કે ગૃહસ્થસાધક તરીકે સ્વીકાર્યા છે.
આ પુસ્તકમાં જિજ્ઞાસુ સાધકના વિકાસમાગમાં રોધ કરતા અભિમાન, કલેશ, કપટ, માયા, લોભ, તૃષ્ણા, મોહ, સમાજદ્રોહ, છળપ્રપંચ, રાગદ્વેષ ઇત્યાદિ શત્રુઓથી ઉગારી લેવામાં અને સંયમ, બ્રહ્મચર્ય, અહિંસા, જાગૃતિ, ત્યાગ, તપશ્ચરણ અને સેવા