Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ પ્રાસંગિક જયારે ઉત્તરાધ્યયનસૂત્રનું ગુજરાતી અનુવાદન ચાલતું હતું ત્યારે પંડિત સુખલાલજી તેમજ અન્ય વિદ્વાનોએ કહેલું કે “ઉત્તરાધ્યયનસૂત્ર જૈનદર્શનનું પ્રાચીન સૂત્ર છે; તેમજ શ્રમણવર્ગની સાથે ગૃહસ્થજનોને પણ જીવનપ્રેરણા મળે તેવો વિભાગ ઇતરસૂત્રો કરતાં ઉત્તરાધ્યયનસૂત્રમાં વધારે છે. લોકરુચિને અનુકૂળ એવી ચારિત્રકથાઓથી છલકાતાં અધ્યયનો પણ છે. તો આખા સૂત્રનું અનુવાદન થાય તે તો ઉપયોગી છે જ, પરંતુ તેમાંની પ્રબોધજનક અને રસપ્રદ ગાથાઓને ચૂંટી લઈ તેટલો વિભાગ જો આ પુસ્તક સાથે જોડવામાં આવે તો તે જિજ્ઞાસુવર્ગને વધુ ઉપયોગી અને આદરણીય બનશે.’’ આ વિચારો મને ગમ્યા. પરંતુ તે વિભાગને સાથે જોડી દેવા કરતાં તેની પૃથક્કુસ્તિકા બહાર પડે તો ઠીક એમ મને લાગ્યું. આવા જ સંયોગોમાં ઉત્તરાધ્યયનસૂત્રનું ગુજરાતી ભાષામાં અનુવાદન બહાર પડ્યું. તે પુસ્તકના પૂંઠા ઉપરના ‘જેકૅટ’ પર બે ગુજરાતી અનુષ્ટુપ શ્લોકો કે જે ઉત્તરાધ્યયનની ગાથાઓના ગૂર્જર શ્લોકાનુવાદ રૂપે ગોઠવવામાં આવ્યા હતા તે વાંચી ઘણા જિજ્ઞાસુ ભાઈઓએ આવી જ રીતે આખા સૂત્રના શ્લોકોનો પદ્યાનુવાદ થાય તો લોકોને ખૂબ ઉપયોગી થઈ પડે તેવી ઇચ્છા દર્શાવી. પ્રસ્તુત પ્રસંગે પ્રથમની ભાવનાને વેગ મળ્યો. પરંતુ ત્યારે એ વિચારો આવ્યા કે આખાયે સૂત્રના શ્લોકોનો શ્લોકાનુવાદ કરવો તે કરતાં તેમાંના લોકોને અનિવાર્ય ઉપયોગી ગણાતા એવા એવા સારભૂત શ્લોકો ચૂંટી જો તેનો ગુજરાતી શ્લોકાનુવાદ આપવામાં

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 120