Book Title: Sadhak Sahachari
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ સાથે નહીં, બલકે આખા દેશ દ્વારા દુનિયામાં પોતાનો અનોખો હિસ્સો આપવાની વાતને હવે બેવડી જવાબદારીથી પકડી લઈને એ કામમાં ખૂંપશે, એ પણ આની પાછળ અપેક્ષા છે. આ પ્રકાશનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ આર્થિક કે માનસિક ફાળો જેમણે જેમણે આપ્યો છે, તેઓની વિના નામે પણ નોંધ અહીં લઈ લેવી જોઈએ. ઉમરકૂઈ, તા. ૧૧-૫-૬૦ ‘સંતબાલ' પ્રકાશકીય (નવી આવૃત્તિ પ્રસંગે) લાંબા સમય પછી “સાધક સહચરી’”ની આ નવી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે. ઉમરકૂઈમાં બેસીને મહારાજશ્રીએ ઉપ૨ની જે પ્રસ્તાવના લખી, તેનો પ્રથમ વાચક હું હતો. ત્યારે મેં મહારાજશ્રીને પૂછ્યું કે, “આપની સર્વોત્તમ રચના કઈ ?’ ત્યારે એમણે જણાવ્યું કે, “એમ તો આચારાંગ અને ગીતા કહી શકાય, પણ આપણું જે ધ્યેય છે, તે વિચારતાં ‘સાધક સહચરી’ જૈન-જૈનેતર, સાધુ-ગૃહસ્થી તેમજ સામાન્ય સાધકને પણ એ ખૂબ ઉપયોગી છે. જીવન ઘડતરમાં જે પ્રેરક, પોષક બની પ્રાણતત્ત્વ-આત્માને બળપ્રે૨ક બને તે જ સાચું સાહિત્ય ગણાય. એ રીતે આ ભગવાન મહાવીરની વાણીને સર્વોત્તમ ગણું.” આ નવી આવૃત્તિ પ્રગટ કરવામાં અમારી સંસ્થાના ત્રણે સાથીજનોએ પોતાનો આર્થિક સહયોગ પૂરો પાડી પ્રગટ કરાવી તેનું શ્રેય તેમને ફળો ! ૨૫ ડિસેમ્બર, ૧૯૯૯ મનુ પંડિત મંત્રી, મ.સા.પ્ર. મંદિર

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 120