________________
૧૦ – એવા ઉચ્ચ સદ્ગુણોને આરાધવાની પ્રેરણા પૂરવામાં સહાયક નીવડે તેવાં ધર્મપદોનો જ સંગ્રહ કરવામાં આવ્યો છે. તેથી જે જિજ્ઞાસુ સાધક સુખ મેળવવાનો સાચો અધિકાર ધરાવતો હોય તેને આ પુસ્તક સાથે રહી સહચરીની ફરજ પૂરી અદા કરે તદનુરૂપ તેનું નામ પણ “સાધક સહચરી' રાખવામાં આવ્યું છે.
હવે આ પુસ્તકની સંકલનાનો ઉલ્લેખ કરી લઉં. પધરચના :
ગુજરાતી પદ્યો બનાવતી વખતે મૂળ ગાથાના શબ્દાર્થ કરતાં તે ગાથાના ભાવ અને રહસ્યને અનુસરવાનું આમાં વિશેષ બન્યું છે. સળંગશૈલી :
ઉપરાંત પસંદ કરેલા સાધકવર્ગ, આત્મવર્ગ, શ્રમણવર્ગ ઇત્યાદિ વર્ગોની રસઝરણી સળંગ વહેતી રહે તે સારુ પદ્યોનો ક્રમ પણ તેવા આકારમાં જ ગોઠવવામાં આવ્યો છે. છંદ પસંદગી :
અનુષ્ટ્રપ વૃત્તોનો સળંગ પ્રવાહ ચાલુ રહે એ સુંદરતા લાવવા માટે કેટલાંક ઊપજાતિ અને વંશસ્થ વૃત્તોના અકેક પદ્ય સારુ બબ્બે શ્લોકો અને તેમાંના કેટલાકનાં તો બે ચરણો જ લઈને એક શ્લોક બનાવ્યો છે, અને તેમ કરવા જતાં જે, તે, આ અને એવાં એવાં સર્વનામ તથા અવ્યયો મૂકવાં પડ્યાં છે. કોઈ પ્રસંગે આય કે વૈતાલીય છંદને અનુષ્ટ્રપમાં લાવવા માટે કેટલાક શબ્દો છોડી પણ દેવા પડ્યા છે. પરંતુ મૂળના રહસ્યને કે ભાવને આંચ ન આવે તેવું લક્ષ્ય તો સાદંત સેવ્યું છે.