Book Title: Pravachan Parikamma Part 01 Author(s): Devratnasagar Publisher: Shrutgyan Prasaran Nidhi Trust View full book textPage 9
________________ જ્ઞાનસાર’ની ભેટ દેનારા મહાજ્ઞાની ઉપા.શ્રી યશોવિજયજી મહારાજ ગરવી ગુજરાતના કનોડુ ગામની ધરતી પર ધન્ય માતા સૌભાગ્યદેવી અને ધન્યપિતા નારાયણભાઈના ઘરે એક તેજસ્વી રત્નનો જન્મ થયો. નામ હતુ જસવંત... એ જાણે માટીના ખોરડામાં એ માણેક હતું... બાલ્ય અવસ્થામાં પણ બાલ રવિની જેમ જ્ઞાનમાં તેજ ઝળહળતા હતા... ચાર વર્ષની નાની વયે શ્રવણમાત્રથી ભક્તામર સ્તોત્રને કંઠસ્થ કરનાર આ પુત્રની પ્રતિભાને પીછાણી માતાપિતાએ જસવંતને પોતાના સ્વાર્થ માટે સંસારમાં જકડી ન રાખતાં જિનશાસન માટે ગુરુવરશ્રી નયવિજયજી મહારાજના ચરણે અર્પણ કર્યો... નાની વયે બાળક મટી મુનિ બનનાર આ જસવંતે હવે મુનિ યશોવિજયજીના નામે સંયમ જીવન સાથે જ્ઞાનદર્શન ચારિત્ર તપની ઉચ્ચતમ સાધના આરંભી. ' જે વયે માતાના ખોળામાં બાળક રમે તે વયે જસવંત ગુરુમાના ખોળે રમતો હતો. જે વયે બાળક રમતગમતમાં ખુશી અનુભવે તે વયે જસવંત સમ્યજ્ઞાનના પાન કરવામાં મસ્ત હતો. ગુરુચરણે સંસારની લપ નહોતી, સંયમની સરગમ હતી. ત્યાગનો પગથાર હતો અને જ્ઞાનનો રણકાર હતો... બાલમુનિ યશોવિજયજી યુવા વયને પામ્યા. કાશીમાં બાર વરસ, આગ્રામાં ચાર વરસ તર્ક દર્શન ન્યાય આદિ શાસ્ત્રોનો પ્રખર અભ્યાસ કર્યો. 5ી પોતાની પ્રચંડ પ્રતિભાથી વાદીઓને પરાજય કરી જિનશાસનનો જયધ્વજ લહેરાવી નવ્ય ન્યાયના ૧૦૮ ગ્રંથની રચના કરી ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ આ બે પદવી પ્રાપ્ત કરી. દેવ ગુરુની પરમ કૃપા અને સરસ્વતી માતાના પુત્ર સમા આ મુનિ ભગવંતે આગમગ્રંથોનું દોહન કરી ભવ્ય જીવોના હિતાર્થે સંસ્કૃત પ્રાકૃતPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 336