Book Title: Prashnottar Sardha Shatak Sarth
Author(s): 
Publisher: Vardhaman Satya Niti Harshsuri Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ ક્ષમાકલ્યાણકગણિએ વિ. સં. ૧૮૫૧ માં આ ગ્રંથની રચના જેસલમેરમાં કરી હતી. અને તેમણે વિશેષ શતક વિગેરે બીજા ગ્રંથ પણ રચ્યા છે. આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ પૂજ્ય આચાર્ય મહારાજ મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજે જૈનધર્મપ્રકાશ માસિકમાં આપ્યો હતો તે આજે પુસ્તક રૂપે પ્રગટ થાય છે. આ પુસ્તક પ્રકાશન ગુજરાતી ભાષાના જાણકારને અનેકવિધ રીતે ઉપયોગી થઈ શકે તેમ છે. આમાં કેટલાયે પ્રનો એવા છે કે જે ભલભલા વિદ્વાને પણ ઉત્તર આપતાં અચકાય તેમજ ત્રણ વર્ષ ઉપર લખાયેલા આ ગ્રંથમાં એવા પણ પ્રશ્નો છે કે જે આજે પણ તેના ખુલાસાની જરૂરવાળા છે. આ ગ્રંથનું પ્રકાશન પરમપૂજ્ય આગમપ્રજ્ઞ આચાર્યદેવ વિજય હર્ષસૂરીશ્વરજી મહારાજના સ્મરણાર્થે કરવામાં આવ્યું છે અને તે ખુબ જ યોગ્ય છે. પૂજ્ય આચાર્ય વિજય હર્ષસૂરીશ્વરજી મહારાજ અખંડ આગમના અભ્યાસી, અપ્રમત્ત, સ્પષ્ટવક્તા અને વિચારશીલ ગણનાપાત્ર પુરુષ હતા. તેમણે તેમના જીવનમાં ઉગ્ર વિહાર કર્યો છે. અંતિમ કાળ સુધી પુસ્તકોનું અધ્યયન. વાંચન અને ચિંતન કર્યું છે. અને કોઈ પણ વિવાદાસ્પદ પ્રશ્નમાં પોતાને જણાતે સ્પષ્ટ અભિપ્રાય કેઈની પણ શરમ રાખ્યા વિના જણાવ્યું છે. જેન સંધમાં આંગળીના વેઢે ગણી શકાય તેવા ગણનાપાત્ર પુરુષો પૈકીમાંના એક હતા. અને તેમને અભિપ્રાય કે વિચાર હંમેશાં આધારભૂત ગણાતે. આવા ઉત્તમ પુરુષના સ્મરણાર્થે તેમના જીવનને અનુરૂપ તાત્વિક ગ્રંથનું આ સંપાદન ખરેખર યોગ્ય છે. તેઓશ્રી વિ. સં.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 346