Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૫
સ્નાત્ર પૂજા સાથે સ્વપ્ન લઈ જઈ રાયને ભાષ, રાજા અર્થ પ્રકાશે; પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે. ૪.
વસ્તુ-છંદ અવધિનાણે અવધિનાણે, ઉપન્યા જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર; મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મઉદય પરભાત સુંદર, માતાપણ આણંદિયા, જાગતી ધર્મ વિધાન; જાણતી જગતિલક સમો, હોશે પુત્ર પ્રધાન. ૧.
દુહો શુભલગ્ન જિન જનમીયા, નારકીમાં સુખજ્યોત; સુખ પામ્યા ત્રિભુવનજના, હુઓ જગત ઉદ્યોત. ૧. ક્ષીરસમુદ્ર, બારમા સ્વપ્નમાં ભવન કે વિમાન, તેરમા સ્વપ્નમાં રત્નનો ઢગલો અને ચૌદમા સ્વપ્નમાં ધૂમાડા વગરનો અગ્નિ જીવે છે. તીર્થકરની માતા રાજા પાસે જઈ સ્વપ્નો કહે છે. રાજા તેનો અર્થ કહે છે. તે કહે છે કે તમારે તીર્થંકર પુત્ર થશે. ત્રણે ભુવનના જીવો નમશે. અને આપણા સર્વ મનોરથો ફળશે. ૧. થી ૪.
પરમાત્મા અવધિજ્ઞાન સહિત ઉત્પન્ન થાય છે. જેના પરમાણુઓ વિશ્વના પ્રાણીઓને સુખ કરનાર હોય છે. તે સમયે મિથ્યાત્વરૂપી તારાઓ ઝાંખા પડી જાય છે, ધર્મના ઉદયરૂપી સુંદર પ્રભાત થવાથી માતા પણ આનંદિત થાય છે. ધર્મનું ચિંતન કરતા જાગે છે. અને વિચારે છે કેજગતમાં તિલક સમાન એવો શ્રેષ્ઠ પુત્ર થશે. ૧.
દુહાનો અર્થ - સર્વ ગ્રહો ઉચ્ચ લગ્નમાં આવે ત્યારે જિનેશ્વરનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org