________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
માટે દેવમંદિરને કોઈ બાળે તેના જેવા મૂર્ખ તથા અધમ છે. માટે હે ભાઈ, કીર્તિ આદિની ઈચ્છાને છોડી એક પરમાર્થની આરાધના કરો.
એક દોહરો તો ગીતાના ગૂઢવાદવાળા શ્લોકની સાથે તદન મળતો આવે છે.
जा णिसि सयलहँ देहियहँ जोग्गिउ तहिंर जग्गेइ। जहिर पुणु जग्गइ सयलु जगु सा णिसि मणिवि सुवेइ ४६ या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी। यस्यां जाग्रति भूतानि, सा निशा पश्यतो मुनेः।।
ગી. અ. ૨. ગ્લો. ૬૯ શ્રી યોગીન્દુદેવ યોગસારની રચના પણ પરમાત્મપ્રકાશની સમાન અપભ્રંશ ભાષાના દોહરાઓમાં કરી છે.
આ રચના પણ અધ્યાત્મપોષક છે. અમૃતાશીતિ પણ ઉપરોક્ત આચાર્યની કૃતિ મનાય છે. તે સંસ્કૃત ભાષાના વિવિધ છંદોમાં છે. શ્લોકોમાં વૈરાગ્ય તરી આવે છે.
આચાર્ય જોઈન્દુએ શ્રી કુંદકુંદના મોક્ષ પાહુડ અને શ્રી પૂજ્યપાદ સ્વામીના સમાધિશતકનો ઘણો ભાગ પોતાના ગ્રંથમાં નિબદ્ધ કર્યો છે. શ્રી કુંદકુંદનો સમય ઈસ્વીસનની શરૂઆતનો માનવામાં આવે છે તથા શ્રી પૂજ્યપાદ સ્વામીનો સમય પાંચમી શતાબ્દીની આસપાસ ઈતિહાસકારો માને છે, તેથી જોઈન્દુ છકી શતાબ્દીના હશે એવું અનુમાન કરાય છે. બાકી ગ્રંથકારે પોતાના સમય કે સ્થળ આદિનો કોઈ સંકત કર્યો નથી. કારણ કે નિગ્રંથ મહત્માઓ કીર્તિ આદિથી અત્યંત દૂર રહે છે.
આત્માર્થીજનો આ ગ્રંથનો લાભ પામે એ અર્થે મેં ગુર્જર ભાષામાં અનુવાદ કરવો યથામતિએ પ્રયત્ન કર્યો છે. શ્રી પૂ. રાવજીભાઈએ મૂલ અપભ્રંશ ભાષાના દોહરાઓ પરથી ગુર્જર ભાષામાં સુંદર તથા આકર્ષક ભાવવાહી દોહરાઓ બનાવ્યાં છે. આ ભાષાંતરમાં સંસ્કૃત ટીકાનું અવલંબન લેવામાં આવ્યું છે. પણ સંસ્કૃત ટીકાનો અક્ષરશ: અનુવાદ નથી. એક પ્રકારે આ અનુવાદને ભાવાનુવાદ સમજવો જોઈએ; આશ્રમ0 પાઠશાળામાં આ ગ્રંથનો અભ્યાસ કરાવવાનો મને અવસર મળેલ ત્યારથી જ ગુજરાતીમાં ભાષાંતર કરવાની મારી ઈચ્છા હતી. શ્રી પૂ. રાવજીભાઈના પ્રોત્સાહનથી તે ઈચ્છા સફળીભૂત થઈ છે.
આ અનુવાદને શુદ્ધ અને સરળ બનાવવાનો મેં યથાશક્તિ પ્રયાસ કર્યો છે તેમ જ મુમુક્ષુજનોને ઉપયોગી બનાવવાના લક્ષ શ્રી રાવજીભાઈએ તેને યોગ્ય ઓપ આપવા યથાશક્તિ પ્રેમપરિશ્રમ ઉઠાવ્યો છે છતાં અલ્પજ્ઞતા આદિ કારણે કોઈ ત્રુટિ યા ભૂલ થઈ હોય તો વિજ્ઞ પાઠકો ક્ષમા કરશો તથા ભૂલને સુધારીને વાંચશો. વિચારશો. કહ્યું છે કે
“ો જ વિમુલ્યતિ શાસ્ત્રસમુદ્રા' શાસ્ત્રરૂપી અપાર સાગરમાં કોની ભૂલ થતી નથી?
સગુણાનુરાગી (પ.) ગુણભદ્ર જૈન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com